કચ્છ: કચ્છની દરિયાઈ ક્રિક વિસ્તારમાંથી નેવી ઇન્ટેલિજન્સની ટીમને ચરસનો જથ્થો મળી આવ્યો છે. થોડા દિવસ પહેલા પોલીસને 16 પેકેટ, બીએસએફને 1 પેકેટ બાદ વધુ આ 19 પેકેટ ચરસનો જથ્થો મળી આવ્યો છે. બિનવારસી જથ્થા અંગે વધુ સત્તાવાર વિગતોની રાહ જોવાઈ રહી છે.
સુત્રોમાંથી મળતી વિગતો મુજબ આજે બપોરે નેવીની પેટ્રોલિંગ ટીમને દરિયાઈ ક્રિકમાંથી આ થેલો મળી આવ્યો હતો જેમાં બંધ થેલાને ખોલીને તપાસ કરાતા તેમાંથી 19 પેકેટ મળી આવ્યા હતા. આ માદક પદાર્થના પેકેટ ચરસ હોવાનું જાણવા મળી રહયું છે, જોકે નેવીના કોઈ જ અધિકારી સાથે સંપર્ક ન થઈ શકવાથી સત્તાવાર વિગતો સ્પષ્ટ થઈ નથી.
કચ્છના દરિયાઈ ક્રિકમાંથી નેવી ઇન્ટેલિજન્સની ટીમને ચરસનો વધુ બિનવારસી જથ્થો મળ્યો
કચ્છની દરિયાઈ ક્રિક વિસ્તારમાંથી નેવી ઇન્ટેલિજન્સની ટીમને 19 પેકેટ ચરસનો જથ્થો મળી આવ્યો છે. જોકે નેવીના કોઈ જ અધિકારી સાથે સંપર્ક ન થઈ શકવાથી સત્તાવાર વિગતો સ્પષ્ટ થઈ નથી.
ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા કચ્છના દરિયાઈ ક્રિક વિસ્તાર શેખરાનપીર પાસેથી પોલીસે ગુપ્ત બાતમીના આધારે બિનવારસી ચરસનો જથ્થો શોધી કાઢયો હતો. જયારે તેના થોડા દિવસ બાદ આ જ વિસ્તારમાંથી બીએસએફની ટીમને પણ એક પેકેટ મળી આવ્યું હતું. હવે નેવીની ટીમનેે આ જથ્થો મળી આવ્યો છે.
પકડાયેલા તમામ પેકેટ જુના મુદ્દામાલ હોય તેવું જણાય છે, પરંતુ તે કઈ રીતે અહીં સુધી પહોંચ્યો છે. દરિયામાં ફેંકાયા બાદ તે તણાઈ આવતું હોવાનું અનુમાન લગાવાઈ રહયું છે. પરંતુ તેમ છતાં એક પછી એક ત્રણ એજન્સીને બિનવારસી માદક પધાર્થનો જથ્થો મળવાની બાબતને સુત્રો ગંભીર ગણી રહ્યા છે.