ભુજકોરોના કાળના બે વર્ષ બાદ નવરાત્રીનો રંગ રાજ્યમાં (Bhuj girls Garba organized) ભરપૂર જામી ગ્યો છે. રાજ્યમાં મહાનગરોથી લઈને છેવાડાના ગામડોઓમાં લોકો રાસ ગરબે રમીને માતાજીની રીઝવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, માતાજીની આરાધનાના પર્વ નવરાત્રી શરૂ છે, ત્યારે ગરબા પ્રેમીઓ ગીત સંગીતની રમઝટમાં મનમૂકીને ઝૂમી રહ્યાં છે. ભુજના નાગર ચકલા ચોકમાં સતત 13માં વર્ષે આપણું ફળિયું, આપણી પરંપરા, આપણી સંસ્કૃતિ અંતર્ગત આસ્થા નવરાત્રીએ (Navratri organized in Bhuj) રંગ જમાવ્યો છે.
સાક્ષાત જગંદબા રમે રાસ, ફળિયામાં નાની બાળકીઓને ગરબે રમતી જોઈને લોકો મંત્રમુગ્ધ
ભુજના નાગર ચકલા ચોકમાં છેલ્લા (Navratri in Bhuj) કેટલાક વર્ષથી નાની બાળકીઓ માટે ગરબાનું આયોજન કરવામાં આવે છે. જેમાં બાળકીઓ જ્યારે ગરબે રમતી હોય ત્યારે લોકો મંત્રમુગ્ધ કરી દે છે. ઉપરાંત આ ગરબા આયોજનમાં દાતાઓ દ્વારા બાળકીનો ઇનામ પણ આપવામાં આવે છે. (Bhuj girls Garba organized)
બાળકીઓ માટે ગરબી 2001ના ગોઝારા ભૂકંપ બાદ આ ગરબી થોડા સમય માટે બંધ રહીં હતી. ત્યારબાદ એક નવા અંદાજમાં શરૂ કરવામાં આવી છે. આ વિસ્તારના યુવા કાર્યકરોએ નિશુલ્ક પણે જ દાતાઓના સહયોગથી આ ગરબી યોજે છે. ગરબીમાં દરરોજ રાસ રમવા આવતી બાળકીઓને આયોજકો દ્વારા ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવે છે. નાની બાળકીઓ કે જે માતાજીનું સ્વરૂપ છે. તેમના માટે તેમજ યુવતીઓ અને માતાઓ માટે જ અહીં ગરબીનું આયોજન કરવામાં આવે છે. (Garbi in Bhuj Nagar Chowk)
બાળકીઓ રાસની રમઝટ બોલાવે ગરબીમાં નાની બાળાઓ જુદાં જુદાં 3 રાઉન્ડમાં રાસની રમઝટ બોલાવે છે. આ આધુનિક ગરબીને જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટે છે. દાયકાઓ બાદ પણ નાગર ચકલા ચોકમાં યોજાતી ગરબી પહેલા જ જેટલી રમઝટ બોલાવે છે. સંવેદના ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા યોજાતી આ ગરબીમાં નાની બાળાઓ રાસ રમી ગરબીનો આનંદ મનાવતી જોવા મળે છે. આસ્થા નવરાત્રિમાં ગરબે રમવા આવતી 250થી 300 બાળાઓને લહાણી આપવામાં આવે છે. તેમજ દરરોજ 10 બાળાઓને ઇનામો પણ આપવામાં આવે છે. 11માં દિવસે મેઘા લહાણી આપવામાં આવે છે. (Navratri 2022 in Bhuj)