કચ્છ : માતાનામઢ ખાતે માઁ આશાપુરા મંદિરમાં શુક્રવારે રાત્રે જાગીરના અધ્યક્ષ રાજાબાવા યોગેન્દ્રસિંહ દ્વારા ઘટ સ્થાપન કરવામાં આવ્યું હતું. જ્યારે ભુજ ખાતે આવેલા માઁ આશાપુરા મંદિરમાં પૂજારી જનાર્દન દવેના હસ્તે ઘટ સ્થાપન વિધિ સંપન્ન કરવામાં આવી હતી.
માઁ આશાપુરા મંદિરમાં પૂજારી જનાર્દન દવેના હસ્તે ઘટ સ્થાપન વિધિ સંપન્ન કરવામાં આવી માઁ આશાપુરા મંદિરે નવરાત્રીના પ્રારંભ સાથે લાખો માઇ ભક્તો પદયાત્રા કરીને પહોંચે છે, પણ આ વખતે કોરોના મહામારીને પગલે મંદિર ભક્તો માટે 13થી 25 ઓક્ટોબર સુધી બંધ રાખવામાં આવ્યું છે. જેને પગલે ઐતિહાસિક રીતે જાગીર અધ્યક્ષ રાજાબાવા યોગેન્દ્રસિંહના હસ્તે ઘટ સ્થાપન વિધિ સંપન્ન કરવામાં આવી હતી. જો કે, માઇ ભક્તો ઓનલાઇન દર્શન કરી શકશે.
કચ્છ માતાના મઢમાં ઘટ સ્થાપન સાથે નવરાત્રીનો પ્રારંભ બીજી તરફ ભુજ શહેરના માઁ આશાપુરા મંદિર ખાતે પૂજારી જનાર્દનભાઇ દવેના હસ્તે ઘટ સ્થાપન કરવામાં આવ્યું હતું. પૂજારીએ મંદિરમાં કોરોના કાળમાં ભાવિકોને તમામ નિયમોના પાલન કરવા માટે અનુરોધ કર્યો છે. મંદિરમાં દર્શન આવતા ભાવિકોએ સેનિટાઈઝેશન સાથે સામાજિક અંતર અને ફરજિયાત માસ્ક પહેંરવા જણાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, નવરાત્રીમાં માતાના 9 સ્વરૂપોની ચોકી સજાવીને તેમની પૂજા કરવામાં આવે છે. નવરાત્રીના પ્રથમ દિવસે માતા શૈલપુત્રીની પૂજા સાથે ઘટ સ્થાપના કરવામાં આવે છે.