કચ્છઃ રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના ઉપયોગથી જમીનને થતું નુકસાન અટકાવવા (Soil Damage Farmer Award from Chemical Farming) તેમ જ તેના મારફતે થતી આડઅસરો દૂર કરવા ખેડૂતો પ્રાકૃતિક ખેતી (Natural farming in Kutch) તરફ વળી રહ્યા છે. તેવામાં કચ્છના ખેડૂતો પણ ચાલુ વર્ષે કેરીનો પાક સારો આવે તે માટે અત્યારથી જ દૂધ સાથે ગોળના મિશ્રણનો છંટકાવ કરી રહ્યા છે. પ્રાકૃતિક ખેતી (Natural farming in Kutch) આત્મનિર્ભર ભારતના આત્મનિર્ભર કૃષિની ખુશીનો આધાર લઈ આજે સમગ્ર દેશ પુન:પ્રાકૃતિક ખેતી તરફ વળી ઝીરો બજેટ (Natural farming in Kutch) ખેતીથી ખેડૂતો પોતાની આવક બમણી કરવા આગળ વધી રહ્યા છે. ખેડૂતોની આવક બમણી કરવા પ્રાકૃતિક ખેતી (Natural farming in Kutch) અમોઘ શસ્ત્ર છે.
રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના ઉપયોગથી જમીન બિનઉપજાઉ બને છે આ પણ વાંચોઃપાટણની ખેડૂત મહિલાએ મધમાખીનો ઉછેર કરી આત્મનિર્ભરના સુત્રને કર્યું સાર્થક
રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના ઉપયોગથી જમીન બિનઉપજાઉ બને છે
રાસાયણિક ખાતરો તેમ જ જંતુનાશક દવાઓના ઉપયોગથી જમીન વધુને વધુ બિનઉપજાઉ અને ઝેરી બનતી જાય છે. તેમ જ જમીનમાં પોષક તત્વોનું પ્રમાણ પણ ઘટતું જાય છે. ભારતની આબોહવા તેમ જ અહીંની કૃષિ પદ્ધતિ અનુસાર જૈવિક ખેતી પદ્ધતિ (Organic farming method) પણ વધુ માફક આવતી નથી, જેના વિકલ્પ તરીકે પ્રાકૃતિક ખેતી (Natural farming in Kutch) સર્વશ્રેષ્ઠ સાબિત થઈ શકે છે.
ચાલુ વર્ષે કેરીનો પાક સારો આવે તે માટે અત્યારથી જ દૂધ સાથે ગોળના મિશ્રણનું છંટકાવ આ પણ વાંચોઃNatural farming In Patan: પાટણના મોટીચંદુર ગામના ખેડૂતે રાસાયણિક ખેતીને આપી તિલાંજલિ
ચાલુ વર્ષે કેરીનો પાક સારો આવે તે માટે અત્યારથી જ દૂધ સાથે ગોળના મિશ્રણનું છંટકાવ
રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓની આડઅસરથી ઉત્પાદિત થયેલાં પાકમાં આડઅસર થવાની શક્યતાઓ રહેલી છે. એટલે હવે ખેડૂતો પ્રાકૃતિક ખેતી (Natural farming in Kutch) તરફ વળી રહ્યા છે. ભૂજ તાલુકાના ભૂજોડી પાસે કેરીની વાડી ધરાવતા વેલજીભાઈ ભૂડિઆએ પણ પ્રાકૃતિક ખેતી (Natural farming in Kutch) અપનાવી છે અને ચાલુ વર્ષે કેરીનો પાક સારો આવે તે માટે અત્યારથી જ દૂધ સાથે ગોળના મિશ્રણનું છંટકાવ કરી રહ્યા છે. આનાથી પાકમાં કોઈ પણ પ્રકારની જીવાત કે રોગ ના થાય અને ઓર્ગેનિક પાક મળે.
ચાલુ વર્ષે કેરીનો પાક સારો આવે તે માટે અત્યારથી જ દૂધ સાથે ગોળના મિશ્રણનું છંટકાવ પ્રાકૃતિક ખેતીથી જમીનમાં પોષક તત્વોમાં ઉત્તરોત્તર વધારો થાય છે
ભારતમાં થતાં ધાન્ય પાકોને નાઈટ્રોજનની વધુમાં વધુ જરૂરિયાત રહે છે, જે પ્રાકૃતિક ખેતીના (Natural farming in Kutch) ઉપયોગથી મળી રહે છે. આ પદ્ધતિથી રાસાયણિક પદ્ધતિ જેટલું જ ઉત્પાદન મળી રહે છે. એટલું જ નહીં જમીનમાં પોષક તત્વોમાં અને મિત્ર કિટકોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થાય છે. આના કારણે જમીનની ઉત્પાદન ક્ષમતા વધે છે.
ગાય આધારિત ખેતીના કારણે જમીન સજીવ રહે છે: ખેડૂત ખેડૂતોએ આવક વધારવી હશે તો પ્રાકૃતિક ખેતી અપનાવવી જ પડશે
આજે રાસાયણિક ખેતીના દુષ્પરિણામોના કારણે લોકો અનેક રોગના ભોગ બની રહ્યા છે ત્યારે પ્રાકૃતિક ખેતી (Natural farming in Kutch) તરફ વળવું ખૂબ જ અનિવાર્ય બન્યું છે. પ્રાકૃતિક ખેતીથી જળ, જમીન અને પર્યાવરણનું રક્ષણ થાય છે. આવનારી પેઢીને ઝેરી રસાયણયુક્ત જમીન આપવી છે કે, ઉપજાઉ જમીન. તે આપણા ઉપર નિર્ભર છે. ઉત્તરોત્તર વધતી બીમારીઓથી બચવું હશે અને આવક પણ વધારવી હશે તો પ્રાકૃતિક ખેતી (Natural farming in Kutch) અપનાવવી જ પડશે.
21 વર્ષથી કોઈ પણ પ્રકારના ખાતર લીધા વિના કરી રહ્યા છે પ્રાકૃતિક ખેતી ગાય આધારિત ખેતીના કારણે જમીન સજીવ રહે છે: ખેડૂત
પ્રાકૃતિક ખેતી (Natural farming in Kutch) અંગે વાતચીત કરતા ખેડૂત વેલજીભાઈએ જણાવ્યું હતું કે, રાસાયણિક ખાતર જમીનને આપીએ તો એ આપણને જેમ કેમિકલવાળી વસ્તુઓ શરીરને પાચન નથી થતી. તેવી જ રીતે જમીનને પણ આ પાચન થતું નથી અને જમીન છેવટે બિનઉપજાઉ થઈ જાય છે, પરિણામે જે પણ પાક જેવું લાગે છે. તે કેમિકલયુક્ત હોય અંતે તે તો નુકસાન (Soil Damage Farmer Award from Chemical Farming ) કરે છે. કેમિકલવાળા ખાતરથી જમીનનો જે તત્વ છે એ નીકળી જાય છે. જ્યારે ગાય આધારિત ખેતીના કારણે જમીન સજીવ રહે છે.
ખેડૂતોએ આવક વધારવી હશે તો પ્રાકૃતિક ખેતી અપનાવવી જ પડશે 21 વર્ષથી કોઈ પણ પ્રકારના ખાતર લીધા વિના કરી રહ્યા છે પ્રાકૃતિક ખેતી
ભૂજોડીના ખેડૂત વેલજીભાઈ છેલ્લાં 21 વર્ષથી બહારથી કોઈ પણ પ્રકારનું ખાતર લેતા જ નથી. આ ઉપરાંત કોઈ પણ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી (Natural farming in Kutch) કરવી હોય તો પોતાના ખર્ચે નિઃશુલ્ક અને તેના સ્થળ ઉપર યોગ્ય માર્ગદર્શન આપવા પણ જાય છે. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, ખેડૂત જો આ પ્રાકૃતિક ખેતી (Natural farming in Kutch) તરફ જો નહીં વળે તો 10 વર્ષ પછી તો કંઈ જ રહેશે જ નહીં. એટલે બધા ખેડૂત મિત્રોને અપીલ પણ કરી હતી કે, પ્રાકૃતિક ખેતી જ એક સારો વિકલ્પ છે. છેલ્લા 21 વર્ષથી આ કાર્ય કરી રહ્યા છીએ, જેમાં ક્યારે પણ અમને નુકસાન (Soil Damage Farmer Award from Chemical Farming) થયું નથી.
રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના ઉપયોગથી જમીન બિનઉપજાઉ બને છે 22 એકરમાં 4,000 કેસર કેરીના વૃક્ષો પ્રાકૃતિક ખેતીથી ઉછેર્યા
વેલજીભાઈની વાડીમાં કેસર કેરીની 22 એકરમાં ઓર્ગેનિક ખેતી છે, જેમાં 4,000 વૃક્ષ છે અને તમામ પ્રાકૃતિક ખેતીથી (Natural farming in Kutch) ઉછેરવામાં આવ્યા છે. પ્રાકૃતિક ખેતી કરવાને લીધે અહીંની જમીનમાં અતિવૃષ્ટિ વાવાઝોડું કે અન્ય કોઈ પણ મુશ્કેલી ઊભી થતી નથી. ગમે એટલો વરસાદ પડ્યા પછી પણ ખેતરનું પાણી ખેતરમાં જ ઉતરી જાય છે. એટલે પોલાણવાળી જમીન હોવાથી તેમાં રસ પણ જળવાઈ (Guide to Natural Farming in Kutch) રહે છે.
2021માં ઈનોવેટિવ ફાર્મર એવોર્ડ પણ એનાયત કરાયો
ભારત સરકાર દ્વારા વેલજીભાઈને 25થી 27મી ફેબ્રુઆરી 2021માં દિલ્હી ખાતે યોજાયેલા કૃષિ વિજ્ઞાન મેળામાં ઓર્ગેનિક ખેતી, ફૂડ પ્રોસેસિંગ તેમ જ અન્ય ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન (Guide to Natural Farming in Kutch) આપવા બદલ ભારતીય કૃષિ સંશોધન સંસ્થા દ્વારા ઈનોવેટિવ ફાર્મર એવોર્ડ પણ (Innovative Farmer Award) એનાયત કરવામાં આવ્યો હતો.
અન્ય ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી કરવા પ્રોત્સાહિત કરે છે
વેલજીભાઈએ અન્ય ખેડૂતોને પણ એ જ અપીલ કરી હતી કે, પ્રાકૃતિક ખેતી કરવી જોઈએ અને સરકાર પણ આ અંગે જો યોગ્ય માર્ગદર્શન સાથે પ્રાકૃતિક ખેતી (Natural farming in Kutch) કરવા માટે પ્રોત્સાહિત કરે તો ખેડૂતો માટે અને સામાન્ય જનતા માટે પણ ઓર્ગેનિક પાક મળી શકે. વેલજીભાઈ સાથે તેમના પરિવારના અન્ય 10 સભ્યો પણ આવી જ રીતે એમના સાથે આ ખેતીમાં જોડાયેલો છે અને આવી જ રીતે પ્રાકૃતિક ખેતી (Natural farming in Kutch) માટે તનતોડ મહેનત કરે છે અને પોતાનો વારસો સાચવી રહ્યા છે.