- ભૂસ્તરશાસ્ત્રીઓના સંશોધનમાં મંગળ ગ્રહ જેવી કચ્છમાં માતાના મઢની જમીન
- NASA, ISRO તેમજ વિવિધ યુનિ. ના વૈજ્ઞાનિકો કરશે સંશોધન
- ફેબ્રુઆરી- 2022 માં સંશોધન પ્રક્રિયા હાથ ધરાશે
કચ્છ: વૈશ્વિક સ્તરે માર્સ મિશન પર ચાલતા પ્રોજેક્ટમાં ખુબ જ મહત્વપૂર્ણ એવું મંગળગ્રહની સપાટી પર મળતું જેરોસાઇડ નામનું ખનીજ માતાના મઢ (mata na madh) માં પણ મળી આવ્યું હતું. પ્રાથમિક સંશોધનમાં સાબિત થયું છે કે, માતાના મઢની જમીન મંગળ ગ્રહ (mars) જેવી જ છે. જેના કારણે દેશની અનેક નામાંકિત સંસ્થાઓના વૈજ્ઞાનિકો વધુ સંશોધન કરવા કચ્છ આવ્યા હતા પરંતુ કોરોના મહામારીના કારણે તે સંશોધન ન થઈ શક્યું. હવે લોકડાઉન ખુલ્યા બાદ આગામી ફેબ્રુઆરીમાં NASA, ISRO તેમજ અનેક યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો ફરી એકવાર કચ્છ આવશે અને સંશોધન માટે વર્કશોપ યોજશે.
આ પણ વાંચો: ઐતિહાસિક ક્ષણ: 350 વર્ષમાં પ્રથમ વાર મહિલા દ્વારા માતાના મઢે પતરી વિધિ કરી, માતાજીએ આપ્યા પરચા
કોરોનાને પગલે સંશોધન પ્રક્રિયા કરાઈ હતી સ્થગિત
આ સંશોધનમાં તેઓ દ્વારા મંગળગ્રહ પર પાણીનું અસ્તિત્વ અને સદીઓ પહેલા વાતાવરણમાં ફેરફારને કારણે મંગળ ગ્રહ (mars) પર શું બદલાવ થયા તેના પર અભ્યાસ કરવામાં આવશે. NASA ના વૈજ્ઞાનિકો 2019માં અહીં આવ્યા હતા પરંતુ સંશોધન આગળ વધી શક્યું ન હતું.
આ પણ વાંચો: કચ્છમાં 75 ભૂસ્તરશાસ્ત્રીય મહત્વ ધરાવતી જગ્યાઓ મળી આવી, પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માગ
માતાના મઢમાં વર્કશોપ યોજી સંશોધન હાથ ધરશે: ડો.મહેશ ઠક્કર
આ સંશોધન અંગે કચ્છ યુનિવર્સિટીના અર્થ એન્ડ એન્વાયરમેન્ટલ સાયન્સ વિભાગના હેડ ડો.મહેશ ઠક્કરે Etv Bharat સાથેની ટેલીફોનિક વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, જ્યાં માતાના મઢ (mata na madh) ખાતે જેરોસાઇટ ધરબાયેલું છે. નાસાના 6 વૈજ્ઞાનિકો ત્યાં સંશોધનને લઇને કચ્છ આવ્યા હતા. જોકે મંગળ ગ્રહ (mars) પર રોવરે લીધેલી ઇમેજને નાસાએ માતાના મઢ ખાતે તેઓએ કરેલું ઇમેજનરીનું પરિણામ સમાન આવ્યું હતું પરંતુ જે તે સમયે ઓછા સમયના અભાવે તેઓ સંપૂર્ણ સંશોધન કરી શક્યા ન હતા. જે બાદ કોરોના મહામારીને પગલે વૈશ્વિક આવાગમન પર રોક લાગતા માતાના મઢ સાઇટ સંશોધન પર બ્રેક લાગી હતી. હવે હાલ લોકડાઉન ખુલ્યા બાદ વધુ એકવાર દેશ-વિદેશના વૈજ્ઞાનિકો આગામી ફેબ્રુઆરી -2022 માં ક્ચ્છ આવી કરી સંશોધન કરશે અને સંશોધન પ્રક્રિયા પર વર્કશોપ પણ યોજશે.
- આ ઉપરાંત તા. 10 એપ્રિલ 2021 એ કચ્છ યુનિવર્સિટીના પ્રાધ્યાપકો દ્વારા સમગ્ર જિલ્લામાં કુલ 75 જેટલી ભૌગોલિક મહત્વ ધરાવતી જગ્યાઓ શોધી કાઢવામાં આવી હતી. અર્થ એન્ડ એન્વાયરમેન્ટ વિભાગ (Department of Earth and Environment) ના પ્રાધ્યાપકોએ રજૂ કરેલી આ વિગતો ધ યુરોપિયન એસોસિયેશન ફોર કન્સર્વેશન જિઓલોજિકલ હેરિટેજની નામાંકિત જર્નલમાં પ્રકાશિત પણ થઈ હતી. જેના આધારે આ જગ્યાઓને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માગ કરવામાં આવી હતી.
- મિશન મંગલમાં ભારતે પોતાનું નામ ટોચ પર લીધા પછી હવે મંગળ પર પાણી અને અન્ય સંશોધન માટે પણ ભારતમાંથી એક જગ્યા મળી આવી છે અને તે છે કચ્છનો માતાનો મઢ, કચ્છની કુળદેવીમાં આશાપુરાના જ્યાં બેસણા છે, એવા માતાના મઢ ખાતે બે ડુંગર વચ્ચેથી જેરોસાઇડ નામનું ખનીજ મળી આવ્યું હતું. જ્યાં નાસા, ઈસરો અને આઈઆઈટી ખડગપુર, નેશનલ જિયોફિજીકલ રિસર્ચ ઈન્સિસ્ટ્યુટ હૈદરાબાદ દ્વારા ખાસ સંશોધન કેન્દ્ર બનાવીને વધુ સંશોધન હાથ ધરવામાં આવશે.