દ્વિશતાબ્દી મહોત્સવમાં ગરમીથી રાહત આપવા નિશુલ્ક ફળોનું વિતરણ કચ્છ: ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા નરનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવની શહેરની ભાગોળે બદ્રિકાશ્રમ માં ઉજવણી કરવામાં આવી રહી છે. દરેક ભક્તો ને કોઇ મુશ્કેલી ના પડે તે માટે પૂરતું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. ગરમી વધુ પડતાની સાથે ભક્તોને કોઈ તકલીફ ના પડે જેને લઇને મહોત્સવ સ્થળ પર લોકો માટે શેરડીનો રસ, તરબુચ અને શક્કરટેટી જેવા ફળો નું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવી રહ્યું છે. ભાવિ ભક્તો ગરમીમાં દ્વિશતાબ્દી મહોત્સવ આનંદથી માણી રહ્યા છે.
હરિભક્તો મહોત્સવમાં:મહોત્સવમાં મોટી સંખ્યામાં આવતા હરિભક્તો સહિતનાં યજમાનો, મહેમાનોને કે કોઈપણ લોકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે સંતો અને સ્વયંસેવકો દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. ભુજમાં વધી રહેલી ગરમીને ધ્યાનમાં રાખીને મહોત્સવ સ્થળ પર લોકો માટે શેરડીનો રસ, તરબુચ અને શક્કરટેટી જેવા ફળો નું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો દ્વિશતાબ્દી મહોત્સવઃ મોહન ભાગવતે કહ્યું, નરનારાયણ દેવના કારણે આજે કચ્છ ઓળખાય છે
મોટી સંખ્યામાં લોકો:300 જેટલા સ્વયંસેવકો દ્વારા સેવા ભુજ સ્વામિનારાયણ મંદિરના સદગુરુ સ્વામી માહિતી આપતા જણાવ્યું હતું કે,નરનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવ માં પ્રદર્શની સહિતના અનેકવિધ પ્રકલ્પો જોવા તેમજ માણવા માટે દરરોજ હજારોની સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે. તેઓને ગરમીમાં રાહત થાય, ઠંડક મળે તે માટે શેરડીનો ઠંડો રસ, તરબુચ અને શક્કરટેટી નિઃશુલ્ક આપવામાં આવી રહ્યા છે. રામપર વેકરા ના યુવક યુવતી મંડળના 300 જેટલા સ્વયંસેવકો દ્વારા આ સેવા કરવામાં આવી રહી છે.એક વાર નહિ પરંતુ લોકો જેટલી વાર લેવા ઈચ્છતા હોય એટલી વાર લોકો આનો લાભ લઈ શકે છે.આ સેવાનો લાભ મોટી સંખ્યામાં લોકો લઇ રહ્યા છે.
આ પણ વાંચો Kutch Forest Department : અંગ દઝાડતી ગરમીમાં જંગલોમાં અબોલ પ્રાણીઓ માટે ઊભા કરાયા પાણી પોઇન્ટ
નિશુલ્ક વિતરણ:35 ટનથી વધુ શેરડી, 27 થી 30 ટન તરબૂચ અને 5 ટન જેટલી શક્કરટેટીનું કરાય છે.નિશુલ્ક વિતરણ મૂળ રામપરા અને હાલ યુકે વસતા ફૂડ એન્ડ વેજીટેબલ ના ડાયરેક્ટર હિરજીભાઇ હિરાણી તરફથી મુલાકાતીઓને શેરડીનો રસ, તરબુચ તથા શક્કરટેટી નિઃશુલ્ક આપવામાં આવી રહી છે. જેમાં રામપરાનું યુવક મંડળ, યુવતી મંડળ, વડીલો મળીને 300થી વધુ સ્વયંસેવકો ભરપૂર સેવા કરી રહ્યા છે. અહીં અંદાજે દરરોજ 35 ટનથી વધુ શેરડી પીલવાનું આવે છે. જ્યારે 27 થી 30 ટન જેટલા તરબૂચ તેમજ 5 ટનથી વધુ શક્કરટેટી કાપીને ઠંડી કરીને હરિભક્તો સહિત મુલાકાતીઓને આપવામાં આવી રહી છે. આ ફળ અને શેરડીના રસની સેવા મહોત્સવના અંતિમ દિવસ સુધી અવિરત પણે ચાલુ રહેશે.