ગુજરાત

gujarat

ETV Bharat / state

કચ્છ બેઠક પર કોંગ્રેસ દ્વારા નરેશ મહેશ્વરીની સતાવાર જાહેરાત કરાઈ - lok sabha

કચ્છ: લોકસભાની ચૂંટણીને લઈને કચ્છ બેઠક માટે કોંગ્રેસ દ્વારા નરેશ મહેશ્વરીના નામની સતાવાર જાહેરાત કરવામાં આવી હતી. આ સાથે કાર્યકરોએ ઉત્સાહ સાથે ઉજવણી કરી હતી.

સ્પોટ ફોટો

By

Published : Mar 27, 2019, 2:17 AM IST

કચ્છ લોકસભા માટે ધારણા મુજબ જેમનું નામ ચર્ચાતું હતું તેવા નરેશ મહેશ્વરી જેઓકચ્છ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સહિતનીજવાબદારીઓ નિભાવી ચુકયા છે. કચ્છ બેઠક માટે કોંગ્રેસ દ્વારા નરેશ મહેશ્વરીના નામની સતાવાર જાહેરતા કરાઈ હતી. ઉમેદવારના નામની સતાવાર ઘોષણા બાદ ભુજ ખાતે કોંગ્રેસ કાર્યાલયમાં પત્રકારો સાથે વાત કરતા નરેશ મહેશ્વરીએ પોતાના વિજયનો વિશ્વાસ વ્યકત કર્યો હતો, અને કોગ્રેસના જિલ્લા પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાએ ઉમેદવારનું સન્માન કરીને આવકાર્યા હતા.

કચ્છ બેઠક પરથી નરેશ મહેશ્વરી ચૂંટણી લડશે

ABOUT THE AUTHOR

...view details