કચ્છ : અષાઢી બીજ એટલે કે કચ્છીઓનું નવું વર્ષ. આ દિવસની કચ્છીઓ ઉત્સાહપૂર્વક રાહ જોતા હોય છે અને ધામધૂમપૂર્વક ઉજવણી કરતા હોય છે. કચ્છી નવા વર્ષ તરીકે, દેશના ખુણે ખુણે વિસ્તરેલા કચ્છીઓ માટે આ દિવસ ખુબ મોટો છે. કચ્છી નયે વરે - અષાઢી બીજ જો મેડે કચ્છી ભા ભેણે કે લખ લખ વધાઇયુ સાથે કચ્છીઓ એકબીજાને આ દિવસે નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવે છે. ત્યારે કચ્છી નવા વર્ષની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કચ્છી ભાષામાં ટ્વીટ કરીને કચ્છની ખમીરવંતી પ્રજાને શુભેચ્છાઓ પાઠવી છે.
PM મોદીએ ટ્વીટ કરેલા શબ્દો PM મોદીએ કચ્છી ભાષામાં શુભેચ્છાઓ આપી :દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે જેમને કચ્છ પ્રત્યે અનેરો લગાવ છે અને દેશ વિદેશમાં જ્યાં પણ હોય ત્યાં કચ્છની સતત ચિંતા કરતા હોય છે. તેમજ દરેક જગ્યાએ કચ્છનો તેમજ કચ્છી લોકોનો ઉલ્લેખ કરતાં હોય છે, ત્યારે સવાયા કચ્છી નરેન્દ્ર મોદીએ કચ્છી ભાષામાં ટ્વીટ કરીને શુભેચ્છાઓ આપી છે.
PM મોદીએ ટ્વીટ કરેલા શબ્દો : "અજ અષાઢી બીજ એટલે કચ્છી નયોં વરેં, અજજે અવસર તેં દેશ ને દુનિયાંમેં વસધલ ને કચ્છજી ગરવાઈ કે રોશન કરીંધલ મૂંજેં વલેં મિણી કચ્છી ભા, ભેણેં કે મૂં તરફથી ધિલસેં વધાઇયું અને શુભકામનાઉં"
ગુજરાતી ભાષાંતર :"આજે અષાઢી બીજ એટલે કે કચ્છી નવું વર્ષ, આજના અવસરે દેશ અને દુનિયામાં વસતા કચ્છની ગરીમાને રોશન કરનાર તમામ મારા વહાલા કચ્છી ભાઈ બહેનોને મારા તરફથી દિલથી અષાઢી બીજની શુભકામનાઓ"
આપત્તિનો સામનો કર્યા બાદ પણ કચ્છ અડીખમ :કચ્છના ખમીરવંતા સૌ કચ્છીઓને નવા વર્ષની શુભકામના કે જેમણે સમયાંતરે આવેલી અનેક આપત્તિમાં પણ ધીરજ, એકતા અને પોતાના આત્મબળથી મુસીબતોનો સામનો કરીને ફિનિક્સ પક્ષીની જેમ ફરી ઉડતા શીખ્યા છે અને આત્મનિર્ભર બન્યા છે. તે પછી ધરતીકંપ હોય કે પછી બિપરજોય વાવાઝોડું હોય તમામ સામે કચ્છીઓએ સામી છાતીએ બાથ ભીડી છે અને કચ્છ ફરીથી બેઠું થયું છે. કચ્છ પ્રદેશની અનેક વિવિધતા છે. જેમાં અહીંના રહેવાસીઓ દ્વારા બોલાતી કચ્છી બોલી કચ્છ પ્રદેશની વિશિષ્ટ ઓળખાણ છે. જે આજેપણ ઘરોઘર જીવંત છે.
- Ashadhi Beej 2023 : મજેવડીના દેવતણખી ધામમાં અષાઢી બીજની ભવ્ય ઉજવણી, દેવાયત પંડીતને દેખાયા હતા પરચા
- Ahmedabad Rath Yatra 2023 : રથયાત્રાના લાખો લોકો પર બાઝ નજર, 26,091 પોલીસ જવાનોનો સુરક્ષા ઘેરો
- Ahmedabad Rath Yatra 2023 : રથયાત્રાના લાખો ભક્તોને પોળોના લોકો 100 વર્ષથી જમાડે છે, બિમાર લોકો માટે અલગ ભોજન