ગુજરાત

gujarat

ETV Bharat / state

નારાયણ સરોવર 6 વર્ષ બાદ ફરી છલકાયું, રાજ્યપ્રધાન વાસણ આહિરે કરી પૂજા - Narayan Sarovar

કચ્છ: જિલ્લાના અછત અને દુષ્કાળ બાદ 6 વર્ષે પવિત્ર નારાયણ સરોવરમાં ફરી પાણી ભરાયું છે. રાજ્યપ્રધાન વાસણ આહીરે નારાયણ સરોવર કોટેશ્રવરની પુજા કરીને કચ્છમાં મેઘરાજાની હજુ પણ કૃપા વરસે તેવી પ્રાર્થના કરી હતી.

kutch

By

Published : Aug 27, 2019, 12:31 AM IST

સામાજીક, શૈક્ષણિક પછાત વર્ગોના કલ્યાણ અને પ્રવાસન રાજયપ્રાધન વાસણ આહિરે કચ્છના પુરાણ પ્રસિધ્ધ તીર્થધામ નારાયણ સરોવર તથા કોટેશ્વર મહાદેવના પૂજા-અર્ચના કરી અભિષેક કર્યાં હતા. સાથે સાથે તેમણે લખપતમાં આવેલ ઐતિહાસિક અને શીખોના પવિત્રધામ લખપત ગુરૂદ્વારા સહિત માતાના મઢ ખાતે આશાપુરા માતાજીના દર્શન કરી વિકાસકામોની ચર્ચા કરી હતી.

નારાયણ સરોવરના નવનિયુકત અધ્યક્ષા બ્રહ્મચારિણી સોનલબેન પણિયા
રાજય સરકારની સુજલામ સુફલામ યોજના અંતર્ગત GMDC દ્વારા સો ટકા ફાળાથી પ્રસિધ્ધ યાત્રાધામ નારાયણ-સરોવર સ્થિત પવિત્ર સરોવરને ઊંડું કરવામાં આવતાં ચાલુ વર્ષે આ વિસ્તારમાં થયેલા સચરાચરા વરસાદની કુદરતી મહેરને કારણે 6 વર્ષ બાદ પવિત્ર નારાયણ-સરોવર વરસાદી પાણીથી છલકાઈ ગયું છે. પ્રસિધ્ધ તીર્થધામ નારાયણ સરોવરના દર્શન કરવા સાથે નારાયણ-સરોવરના નવનિયુકત અધ્યક્ષા બ્રહ્મચારિણી સોનલબેન પણિયાને શાલ ઓઢાડી શુભેચ્છાઓ પાઠવી હતી.

ABOUT THE AUTHOR

...view details