- માંડવી તાલુકાના મસ્કા ગામમાં હાલે 200 જેટલા ઘરોમાં દીકરીઓના નામની નેમપ્લેટ
- બેટી બચાઓ બેટી પઢાઓ યોજનાના ભાગરૂપે ગામના સરપંચ દ્વારા અનોખી પહેલ
- ઘર કી પહેચાન દીકરીઓ કે નામ
કચ્છ: સામાન્ય રીતે આપણે કોઈ શહેરમાં કે ગામમાં જઈએ તો મોટાભાગે ઘરના મોભીના નામથી લોકોને સરનામું પૂછતાં હોઈએ. આ ભાઈનું ઘર ક્યાં છે પણ કચ્છમાં આ રૂઢિગત પ્રણાલી બદલાઇ છે. કચ્છનાં ગામોમાં બેટી બચાવો અને બેટી પઢાવો અભિયાનને પ્રોત્સાહિત કરવા માટે ગ્રામ પંચાયત દ્વારા અનોખી પહેલ કરાઈ છે. જેમાં ઘરની નેમ પ્લેટ પિતા, દાદા કે ભાઈના નામ પર નહિ પરંતુ ઘરની દીકરીના નામ પર રાખવામાં આવે છે. ઘરમાં દીકરી હોય અને તે અભ્યાસ કરતી હોય તો તેના નામની તકતી ઘરની બહાર લગાવવામાં આવે છે.
અન્ય ગામોમાં પણ શરૂ કરાઇ પહેલ
હાલમાં માંડવી તાલુકાના મસ્કા ગામમાં આ પહેલ શરૂ કરવામાં આવી છે. દીકરીઓને આગળ લાવવા માટેનો આ પ્રયાસ ખરેખર બિરદાવવા લાયક કહી શકાય તેમ છે. ઘર કી પહેચાન બેટીઓ કે નામ અંતર્ગત કચ્છના મોટા અંગીયા, નિરોણા, મસ્કા, કુકમા, કુનરિયા અને સિનુગ્રા સહિતના ગામોમાં પણ આ પહેલ શરૂ કરાઇ છે.
મસ્કામાં હાલે 200 જેટલા ઘરોના નામ દીકરીના નામથી
મસ્કા ગામમાં કોઈ ઘરની પૂછા કરતા મસ્કા ગામના એક ઉમરલાયક ભાઇ બોલ્યા કે, જે ઘરને વનનો આય ? ! (કોના ઘરે જવું છે) અમે કહ્યું ,રિદ્ધિ સચદે અને ભાઇએ આંખોમાં ચમક ભરી ઈશારો કર્યો અને એક ઘરનો દરવાજો અમને આવકારતો હતો. ઘરના મોટા દરવાજા પર નેમ પ્લેટ પર લખેલું હતું. રિદ્ધિ સચદે, બેટી બચાવો બેટી ભણાવો. મસ્કા ગામમાં ઘર કી પહેચાન બેટીઓ કે નામ. જોઇને મન હરખાઇ જાય. આપણે કોઇના ઘરનું સરનામું પૂછીએ તો એમ બોલતા હોઇએ છીએ કે આ ભાઈ કે પેલા ભાઇનું ઘર કયાં આવ્યું અથવા એમના વ્યવસાયને લઈને ભાઇનું નામ પૂછી ઘર શોધીએ મોટા ભાગે બધે એવું જ હોય છે પણ હવે સમાજની તાસીર બદલાઇ રહી છે. માંડવી તાલુકાના મસ્કામાં હાલે 200 જેટલા ઘરોના નામ દિકરીઓના નામ પર પરિવારે સહર્ષ સ્વીકાર્યા છે.
ગામમાં દીકરીઓને સ્વરક્ષણ માટેની પણ તાલીમ અપાય છે