ઉત્તર તરફથી આવી રહેલા ઠંડા પવનો અને માઉન્ટ આબુની ઠંડીના પગલે વધુ એક રાઉન્ડ ફરી વળ્યો છે. કચ્છનું કાશ્મીર નલિયા 6 ડિગ્રી સાથે સમગ્ર રાજ્યમાં સૌથી ઠંડું મથક બની ગયું છે, જ્યારે ભુજમાં 9 ડિગ્રી અને કંડલામાં 8 ડિગ્રી ઠંડી નોંધાઇ છે. 2 દિવસની રાહત બાદ અચાનક સર્જાયેલા માવઠાને પગલે વરસાદ પડવાથી કચ્છના વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
કચ્છમાં શીતલહેર, નલિયા 6 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુનગર - જનજીવન ઠંડીથી થરથરી
કચ્છ/નલિયાઃ શહેરમાં ફરી એક વખત કડકડતી ઠંડીનું સામ્રાજ્ય છવાઈ ગયું છે. શીતલહેરને પગલે જનજીવન ઠંડીથી થરથરી રહ્યું છે. કચ્છના નલિયામાં આજે 6 ડિગ્રી ઠંડી નોંધાઇ છે. જે રાજ્યમાં સૌથી વધુ છે.

કચ્છ
કચ્છમાં શીતલહેરનું સામ્રાજ્ય નલિયામાં 6 ડિગ્રી રાજયમાં સોંથી ઠંડુંનગર
આ ઉપરાંત ઠંડા પવનો સાથે ઠંડીએ સામ્રાજ્ય ઉભું કરી દીધું છે. જેને પગલે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું અને કડકડતી ઠંડીથી થરથરી રહ્યું છે.