કચ્છ: અબડાસાના સુથરીના દરિયામાં ડૂબવાથી પતિ-પત્નીના મોત થયું હતું. નલિયા એરફોર્સ સ્ટેશનમાં ફરજ બજાવતા જવાન અને તેની પત્ની દરિયામાં ડૂબ્યા હતા. કુલ 8 જેટલા લોકો ફરવા ગયા હતા. જેમાંથી 2 લોકો નાહવા જતા ડૂબ્યા હતા.
ફરવા જતાં મળ્યું મોત:બનાવના પગલે ઘટનાસ્થળ અને નલિયા સીએચસીમાં અધિકારીઓનો કાફલો પહોંચી ગયો હતો. આ બાબતે જાણવા મળતી પ્રાથમિક માહિતી મુજબ વરસાદે વિરામ લેતા નલિયા એરફોર્સના અધિકારીઓ પરિવાર સાથે સુથરીના દરિયા કાંઠે ગયા હતા જ્યાં દરિયા કિનારે આકસ્માતે પતિ અને પત્ની ડૂબી જતાં હાજર જવાનો દ્વારા બચાવવાના પ્રયાસો કરાયા છતાં બચાવી શકાયા ન હતા. જેમને અન્ય લોકો દ્વારા બહાર કાઢી એરફોર્સ હોસ્પિલ ખસેડાયા હતા જ્યાં ફરજ પરના તબીબે બન્નેને મૃત જાહેર કર્યા હતા.
" અબડાસાના સુથરીના દરિયાકાંઠે ફરવા ગયેલાં દંપતીનું ડૂબી જતાં મૃત્યુ નીપજ્યું છે. ગત સાંજે 7 વાગ્યાના સમયગાળામાં આ દુર્ઘટના સર્જાઈ હતી. ઘટના અંગે મોડી રાત્રે દસ વાગ્યે જાણ થતાં પોલીસ ચોપડે એક્સિડેન્ટલ ડેથ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જેમાં મૃત્યુ પામનારા 27 વર્ષીય પ્રભુદેવ ઓઝા તેમના 26 વર્ષીય પત્ની નેહલ તેમજ અન્ય 8 જેટલા સહકર્મીઓ મળી સુથરીકાંઠે ફરવા ગયા હતા. જેમાં નાહવા પડેલા નેહલ ઓઝાને અચાનક દરિયાનું એક વિશાળ મોજું તાણીને લઈ ગયું હતું." - વાય.પી. જાડેજા, કોઠારા પોલીસ સ્ટેશનના પીએસઆઈ
બંને પતિ-પત્નીના મોત: પ્રભુદેવે પત્ની નેહલને તણાતી જોઈ તેને બચાવવા દરિયામાં ડૂબકી મારી હતી. પરંતુ દરિયાના મોજામાં પ્રભુદેવ પણ તણાઈ જતાં બંને જણના ડૂબી જવાથી મૃત્યુ નીપજ્યું હતું. ઉલ્લેખનીય છે કે મૃત્યુ પામનાર પ્રભુદેવ નલિયા ખાતેના ઈન્ડિયન એરફોર્સ બેઝમાં ફ્લાઈટ લેફ્ટનન્ટ તરીકે નોકરી કરતો હતો અને મૂળ સિકંદરાબાદનો રહેવાસી હતો.
- Gujarat Monson: ઉના તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પાણી ભરાતા ખાટલા પર સગર્ભાનું રસક્યૂં કરાયું
- Viral Video: મચ્છુદ્રી નદીમાં તણાતા યુવકનો વીડિયો થયો વાયરલ, યુવાનની શોધખોળ હાથ ધરાઈ