- કાળા ડુંગરના ખીણમાં મળી આવ્યા સંગીતમય પથ્થરો
- પ્રવાસીઓ માટે કાળા ડુંગર ખાતે હવે આકર્ષણનાં કેન્દ્રો વધ્યા
- કાળા ડુંગરના મેગ્નેટિક ક્ષેત્ર બાદ હવે સંગીતમય પથ્થરો થી લોકો મંત્રમુગ્ધ
કચ્છમાં કાળા ડુંગરમાંથી મળી આવ્યા રણકતાં પથ્થરો - kaalo dungar
અગાઉ કચ્છનાં ખડીર વિસ્તારમાં જોવા મળેલા સંગીતમય પથ્થરો બાદ હવે કચ્છનાં પ્રખ્યાત પ્રવાસન સ્થળ કાળા ડુંગર પર પણ સંગીતમય પથ્થરો મળી આવ્યા છે. આ સાથે કાળા ડુંગર પર પ્રવાસન માટે નવું નજરાણું ઉમેરાયું છે.
કચ્છનાં રણમાંથી મળી આવ્યા રણકતાં પથ્થરો
કચ્છ: કચ્છમાં મહત્તમ ઉંચાઇ ધરાવતા પ્રવાસન સ્થળ તરીકે જાણીતો કાળો ડુંગર સનસેટ પોઈન્ટ તેમજ ચુંબકીય ક્ષેત્ર માટે પ્રખ્યાત હતું. પરંતુ તાજેતરમાં સ્થાનિક ફોટોગ્રાફરોને સંગીતમય પથ્થરો મળી આવ્યા હતા. આ સંગીતમય પથ્થરોને કારણે કાળા ડુંગરનાં નજરાણામાં એક નવી વિશેષતા ઉમેરાઈ છે.
Last Updated : Feb 10, 2021, 9:22 AM IST