ગુજરાત

gujarat

ETV Bharat / state

ભુજમાં ખાનગી પાર્ટી પ્લોટના માળીની હત્યા, પોલીસ તપાસ હાથ ધરી - Murder of a traditional youth in Bhuj

ભુજ ખાતે રાવલવાડમાં આવેલી ખાનગી શિવમ પાર્ટી પ્લોટના માળી પરપ્રાંતિય યુવાન શિવા માતાપ્રસાદ દ્વિવેદીની મંગળવારે સવારે પાર્ટી પ્લોટમાં જ હત્યા કરી દેવાઈ છે. ઘટનાની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.

murder
ભુજમાં ખાનગી પાર્ટી પ્લોટના માળીની હત્યા

By

Published : Oct 20, 2020, 8:11 PM IST

  • રાવલવાડમાં આવેલા ખાનગી શિવમ પાર્ટી પ્લોટના માળીની હત્યા
  • લાકડી કે અન્ય કોઈ હથિયાર વડે યુવાનને માર મરાયો
  • સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવે તે પહેલા જ તેનું મૃત્યુ

કચ્છઃ જિલ્લાના ભુજમાં શિવમ પાર્ટી પ્લોટમાં પરપ્રાતિય યુવાનની મંગળવારે હત્યા કરાઈ હતી. પોલીસની સતાવાર વિગતો મુજબ શિવમ પાર્ટી પ્લોટમાં સવારે આ યુવાન ઈજાગ્રસ્ત હાલતમાં જોવા મળ્યો હતો. ત્યારે તે યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવે તે પહેલા જ તેનું મૃત્યુ થયુ હતું. પોલીસની પ્રાથમિક તપાસ મુજબ લાકડી કે અન્ય કોઈ હથિયાર વડે આ યુવાનના પગ ભાંગી નાંખવામાં આવ્યા છે અને છાતીના ભાગે ગંભીર માર મરાયો હોવાનું જણાય છે.

પોલીસે તપાસ હાથ ધરી

સારવાર મળે તે પહેલા જ મોત

આ યુવાનને મંગળવારે સવારે કેટલાક લોકોએ પાર્ટી પ્લોટમાંથી ઈજાગ્રસ્ત હાલતમાં બહાર નિકળતા જોયો હતો, ત્યારબાદ લોકોએ પાર્ટી પ્લોટના માલિકને જાણ કરી હતી. ભોગ બનનાર યુવાનને સારવાર મળે તે પહેલા જ પાર્ટી પ્લોટમાં જ તેનુ મોત થયું હતું.

પોલીસ ઘટના સ્થળે પહોંચી

પોલીસે વધુ તપાસ હાથ ધરી

મુળ ઉતરપ્રદેશના ફતેપુરનો વતની યુવાન શિવા દ્વિવેદી ત્રણ વર્ષથી અહીં માળીકામ કરતો હતો અને પ્લોટની ઓરડીમાં એકલો રહેતો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી વધુ તપાસ હાથ ધરી છે. આ યુવાનને કોણે માર માર્યો, કયા મુદ્દે માર માર્યો સહિતની વિગતો તપાસ બાદ સ્પષ્ટ થશે તેમ પોલીસે જણાવ્યું હતું.

ભુજમાં ખાનગી પાર્ટી પ્લોટના માળીની હત્યા

ABOUT THE AUTHOR

...view details