- મુન્દ્રા પોર્ટ હેરોઈન પ્રકરણમાં અગાઉ 8 આરોપીઓની ધરપકડ
- બહુચર્ચિત એવા 21,000 કરોડના હેરોઇન પ્રકરણમાં વધુ એકની ધરપકડ
- મુન્દ્રા પોર્ટ પ્રકરણમાં અત્યાર સુધીમાં કુલ 9 લોકોની ધરપકડ
કચ્છ:મુન્દ્રા પોર્ટ હેરોઈન પ્રકરણમાં અગાઉ 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને હવે આ બહુચર્ચિત એવા 21,000 કરોડના હેરોઇન પ્રકરણમાં વધુ એક કોઇમ્બતુરના આરોપીની ધરપકડ કરવામાં આવી છે. કોઇમ્બતુરમાં રહેતો આરોપી પહેલા ઈરાનમાં કામ કરતો હતો અને 21000 કરોડના હેરોઇન પ્રકરણમાં તેનું નામ સામે આવ્યું છે.
મુન્દ્રા પોર્ટ હેરોઈન પ્રકરણમાં કુલ 9 લોકોની ધરપકડ
કોઇમ્બતુરના આ આરોપીને વધુ પુચ્છપરછ માટે ગાંધીધામમાં લવાવામાં આવ્યો હતો અને આ પ્રકરણમાં તેની સંડોવણી ખુલતા તેની ધરપકડ કરવામાં આવી છે. જો કે, સતાવાર રીતે હજુ આરોપી અંગેની વધારે માહિતી બહાર પાડવામાં આવી નથી. આ પ્રકરણમાં અત્યાર સુધીમાં કુલ 9 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
આ પણ વાંચો:જખૌ દરિયા કિનારેથી 30 કીલો હેરોઇન સાથે ઝડપાયેલા 8 પાકિસ્તાનીઓના 12 દિવસના રિમાન્ડ મંજૂર