- NDPS કોર્ટે DRIને કરી ટકોર
- સમગ્ર પ્રકરણમાં અત્યાર સુધી 9 લોકોની ધરપકડ કરવામાં આવી
- ધટનાના 11 દિવસો વીતી ચૂક્યા છે. છતાં, ચિત્ર સ્પષ્ટ નથી થયું
મુંદ્રા : મુન્દ્રા પોર્ટના આ હેરાઇન પ્રકરણમાં NDPS કોર્ટે DRI ને પૂછ્યું હતું કે, પોર્ટ પાસેથી કોઈ માહિતી મળી ત્યારે DRI દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, પોર્ટ નું નિવેદન લેવામાં આવ્યું છે જેમાં તેઓ legal opinion લઈ રહ્યા હોવાનું જણાવવામાં આવ્યું છે. જ્યારે NDPS કોર્ટે ટકોર કરતાં કહ્યું હતું કે શું legal opinion? શું તેઓ કાયદાથી ઉપર છે? કાયદાથી ઉપર કોઈ નથી. આ દેશની સુરક્ષાને લઈને ગંભીર બાબત છે.
NDPS કોર્ટે DRIને પૂછ્યું અફઘાનિસ્તાનથી મુખ્ય ષડયંત્રકારીને કઈ રીતે પકડશો?
આ ઉપરાંત NDPS કોર્ટે DRIને પૂછ્યું હતું કે, અફઘાનિસ્તાનથી મુખ્ય ષડયંત્રકારીને કઈ રીતે પકડશો. અને શું એજન્સી દ્વારા ભારતીય દૂતાવાસ મારફતે અફઘાનિસ્તાન નો સંપર્ક કરવામાં આવ્યો છે? આ ધટનાના 11 દિવસો વીતી ચૂક્યા છે. છતાં, પણ આ કન્ટેનર અફઘાનિસ્તાનથી કોને મોકલ્યા તેના અંગે એજન્સી તપાસ નથી કરી શકી તેવું કોર્ટે જણાવ્યું હતું.
આ કન્સાઇનમેન્ટ કોના સુધી પહોંચાડવાનું હતું તે કોર્ટ જાણવા ઈચ્છે છે.
DRI દ્વારા ઈમ્પોર્ટર દંપતી સુધાકર અને વૈશાલી ના દસ દિવસના રિમાન્ડ પૂર્ણ થયા બાદ કોર્ટ પાસેથી વધુ ચાર દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. પરંતુ, કોર્ટે એક દિવસના જ વધુ રિમાન્ડ આપ્યા હતા. તથા નારાજગી વ્યક્ત કરતા કોર્ટે DRIને પૂછ્યું હતું કે, આ કન્સાઇનમેન્ટ ભારતમાં ઘુસાડવામાં આવ્યું તે કોના સુધી પહોંચાડવાનું હતું તે કોર્ટ જાણવા ઈચ્છે છે.