- કોઇમ્બતુરના રાજકુમારની 25 સપ્ટેમ્બરના DRIએ ધરપકડ કરી હતી
- DRIનું અનપેક્ષિત પગલુ રિમાન્ડ પુરા થાય તે પહેલાજ એક દિવસ અગાઉ કોર્ટ સમક્ષ રજુ કરી દીધો હતો.
- 14 દિવસની જયુડીશિયલ કસ્ટડીમાં મોકલાયો
મુન્દ્રા : મુન્દ્રા પોર્ટ પર અફઘાનિસ્તાનથી આવેલા ઇરાનથી બે કન્ટેનરમાં લોડ થયેલા 21,000 કરોડની કિંમતના 3,000 કિલો જેટલો હેરોઈનનો જથ્થો DRI દ્વારા ઝડપવામાં આવ્યો હતો. જેની વધુ તપાસમાં કોઇમ્બતુરમાં રહેતો આરોપી રાજુકમાર કે જે પહેલા ઈરાનમાં કામ કરતો હતો અને તેનું નામ આ 21,000 કરોડના હેરોઇન પ્રકરણમાં ખૂલતાં તેને ગાંધીધામમાં વધારે પૂછપરછ માટે લવાયો હતો. અને આ પ્રકરણમાં તેની સંડોવણી ખુલતા તેની ધરપકડ કરવામાં આવી છે.
DRI એ રિમાન્ડ પુરા થાય તેના એક દિવસ પહેલાજ રજુ કર્યો
રાજકુમારને 26 મી સપ્ટેમ્બરના રોજ રોજની NDPS કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. અને કોર્ટે 4 ઓક્ટોબર સુધીના રિમાન્ડ આપ્યા હતા. તો DRI દ્વારા રિમાન્ડ પૂર્ણ થાય તે પહેલા જ આરોપીને રવિવારના દિવસે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. ત્યારે, કોર્ટે આરોપીને નિયમિત 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં ભુજની પાલારા જેલમાં મોકલવામાં આવ્યો હતો.