ગુજરાત

gujarat

ETV Bharat / state

Mundra heroin case માં અદાણી પોર્ટ સામે થશે તપાસ, Adani Groupએ સ્ટેટમેન્ટ જારી કર્યું - અદાણી ગ્રુપ

મુન્દ્રા પોર્ટ પરના હેરોઈન પ્રકરણમાં (Mundra heroin case) DRI દ્વારા મુન્દ્રા પોર્ટ પરથી 3004 કિલો હેરોઈન જપ્ત કરવામાં આવ્યું છે તથા આ હેરોઈન અફઘાનિસ્તાનથી ઈરાન અને ત્યાંથી મુન્દ્રા અદાણી પોર્ટ પર મોકલવામાં આવ્યું હતું. આ પ્રકરણમાં અત્યાર સુધી 5 વિદેશી સહિત કુલ 9 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. તો આ પ્રકરણમાં તપાસ એજન્સીઓ દ્વારા વધુને વધુ તપાસ કરવામાં આવી રહી છે.

Mundra heroin case માં અદાણી પોર્ટ સામે થશે તપાસ, Adani Groupએ સ્ટેટમેન્ટ જારી કર્યું
Mundra heroin case માં અદાણી પોર્ટ સામે થશે તપાસ, Adani Groupએ સ્ટેટમેન્ટ જારી કર્યું

By

Published : Sep 29, 2021, 7:37 PM IST

  • મુન્દ્રા હેરોઈન પ્રકરણમાં અદાણી પોર્ટ સામે શરૂ કરાશે તપાસ
  • અદાણી ગ્રુપ દ્વારા મીડિયા સ્ટેટમેન્ટ જારી કરાયું
  • અદાણી પોર્ટની ભૂમિકા માત્ર બંદર ચલાવવા સુધી મર્યાદિત: અદાણી ગ્રુપ

    કચ્છઃ આ ઉપરાંત મુન્દ્રાના અદાણી પોર્ટ પરથી (Mundra heroin case) પ્રકરણ બહાર આવ્યું છે ત્યારે લોકોમાં અટકળો પણ ફેલાઈ રહી છે કે શું અદાણીને (Adani Group) પણ આ હેરોઈનના આયાતથી ફાયદો થયો છે? ત્યારે રાજ્યમાં NDPS અધિનિયમ હેઠળ કોર્ટે ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI)ને તપાસ કરવાના આદેશ આપ્યા છે કે શું અદાણી પોર્ટ અથવા તેના મેનેજમેન્ટને આ હેરોઇનના આયાતથી કોઇ લાભ થયો છે? DRI દ્વારા આ દિશામાં પણ તપાસ આદરવામાં આવશે.

    અદાણી ગ્રુપ દ્વારા મીડિયા સ્ટેટમેન્ટ જારી કરાયું

    તો બીજીબાજુ અદાણી ગ્રુપ (Adani Group) દ્વારા પણ મીડિયા માટે સ્ટેટમેન્ટ જારી કરાયું હતું. જેમાં જણાવવામાં આવ્યું છે કે 16 સપ્ટેમ્બર 2021ના રોજ, ડીઆરઆઈ અને કસ્ટમ્સ દ્વારા સંયુક્ત ઓપરેશનથી અફઘાનિસ્તાનથી બે કન્ટેનરમાંથી પ્રતિબંધિત હેરોઈનનો મોટો જથ્થો મળી આવ્યો જે મુન્દ્રા આંતરરાષ્ટ્રીય કન્ટેનર ટર્મિનલ (એમઆઈસીટી), મુન્દ્રા પોર્ટ પર આવ્યો હતો. આ કાર્યવાહી માટે અદાણી ગ્રુપ ગેરકાયદે હેરોઈન જપ્ત કરવા અને આરોપીઓને પકડવા માટે DRI અને કસ્ટમ્સ ટીમોનો આભાર માને છે.

    અદાણી પોર્ટની ભૂમિકા માત્ર બંદર ચલાવવા સુધી મર્યાદિત: અદાણી ગ્રુપ

    કાયદો ભારત સરકારના કસ્ટમ્સ અને ડીઆરઆઈ જેવા સક્ષમ અધિકારીઓને ગેરકાયદે આવતા કાર્ગો ખોલવા, તપાસવા અને જપ્ત કરવાની સત્તા આપે છે. દેશભરમાં કોઈ પોર્ટ ઓપરેટર કન્ટેનરની તપાસ કરી શકતું નથી. તેમની ભૂમિકા માત્ર બંદર ચલાવવા સુધી મર્યાદિત છે તેવું અદાણી ગ્રુપ (Adani Group) દ્વારા જણાવવામાં આવ્યું છે.
    અદાણી પોર્ટની ભૂમિકા માત્ર બંદર ચલાવવા સુધી મર્યાદિત: અદાણી ગ્રુપ


    APSEZ એક પોર્ટ ઓપરેટર છે જે શિપિંગ લાઇનોને સેવાઓ પૂરી પાડે છે

    ઉપરાંત આ નિવેદનથી અદાણી ગૃપને (Adani Group) આશા છે કે અદાણી ગ્રુપ સામે સોશિયલ મીડિયા પર ચલાવવામાં આવતા પ્રેરિત, દૂષિત અને ખોટા પ્રચાર બંધ થશે. APSEZ એક પોર્ટ ઓપરેટર છે જે શિપિંગ લાઇનોને સેવાઓ પૂરી પાડે છે. તથા કન્ટેનર અથવા લાખો ટન કાર્ગો કે જે મુન્દ્રાના ટર્મિનલ અથવા કોઈપણ બંદરોમાંથી પસાર થાય છે તેની તપાસ કરવાની કોઈ સત્તા નથી.

આ પણ વાંચોઃ હેરોઇન કેસમાં અદાણી પર ગુનો દાખલ કરો : વીરજી ઠુમ્મર

ABOUT THE AUTHOR

...view details