- NIAએ દિલ્હીના નેબ સરાય વિસ્તારમાંથી એક આરોપીની ધરપકડ કરી
- મૂળ અફઘાનિસ્તાનના સોભન આર્યનફરની કરી ધરપકડ
- મુન્દ્રા પોર્ટ પર ઝડપાયેલ ડ્રગ્સ મામલો
કચ્છ: કચ્છના મુન્દ્રા પોર્ટ પર ઝડપાયેલ હેરોઈન કેસમાં(Mundra Heroin Case) કેન્દ્રીય તપાસ એજન્સી NIA દ્વારા તપાસ ચાલી રહી છે ત્યારે NIA દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં 12મી ડિસેમ્બરના રોજ, સોભન આર્યનફાર નામના 28 વર્ષીય અફઘાન નાગરિકની સાઉથ દિલ્હીના નેબ સરાઈ ખાતેથી ધરપકડ કરવામાં આવી છે.
જુદી જુદી કલમો હેઠળ આરોપી વિરૂદ્ધ ગુનો નોંધાયો
NIAએ ગુજરાતના મુન્દ્રા પોર્ટ પરથી 2988.21 કિલો નાર્કોટિક્સ જપ્ત કરવા સંબંધિત તથા હેરોઈનની પ્રાપ્તિ અને ડિલિવરીમાં વિદેશી નાગરિકોની સંડોવણી અંગે UA (P) એક્ટ 1967ની કલમ 17, 18, NDPS એક્ટ 1985ની કલમ 8(c) અને 23 તથા ઇન્ડિયન પેનલ કોડ 1860ની કલમ 120 B હેઠળ કેસ નોંધ્યો હતો.