- મુન્દ્રા 21,000 કરોડનો હેરોઈન કેસ મામલો
- NIA દ્વારા આજે જુદી જુદી 5 જગ્યાએ તપાસ કરવામાં આવી
- NIA દ્વારા તપાસ ચાલુ, વધુ ખુલાસા થવાની શક્યતા
મુન્દ્રા: મુન્દ્રા પોર્ટ પર સેમી પ્રોસેસડ ટેલ્ક પાવડરની આડમાં 3004 કિલો હેરોઇન DRI દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો. આ હેરોઈન પ્રકરણમાં કુલ 9 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ બહુચર્ચિત એવા 21,000 કરોડના હેરોઇન પ્રકરણમાં અત્યાર સુધી DRI દ્વારા તપાસ કરવામાં આવી રહી છે, તેમજ આરોપીઓની પૂછપરછ અને તેમની સામે કાર્યવાહી કરવામાં આવી રહી હતી. ત્યારે હવે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીના હાથમાં આ કેસ છે, ત્યારે NIA દ્વારા 5 જગ્યાએ તપાસ હાથ ધરાઈ હતી. તેમાં કેસને લગતા દસ્તાવેજો, આર્ટિકલ જપ્ત કરાયા છે. હવે તેના આધારે આગળની તપાસ હાથ ધરાશે.
21,000 કરોડ રૂપિયાનો ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યો હતો
16 સપ્ટેમ્બર 2021 ના રોજ, DRI અને કસ્ટમ્સ દ્વારા સંયુક્ત ઓપરેશનથી અફઘાનિસ્તાનથી બે કન્ટેનરમાંથી પ્રતિબંધિત હેરોઈનનો મોટો જથ્થો મળી આવ્યો હતો. જે મુન્દ્રા આંતરરાષ્ટ્રીય કન્ટેનર ટર્મિનલ (MITC), મુન્દ્રા પોર્ટ પર આવ્યો હતો. DRI દ્વારા બે કન્ટેનરમાંથી 21,000 કરોડ રૂપિયાનો ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યો હતો.
NIA દ્વારા જુદાં જુદાં 5 શહેરોમાં તપાસ હાથ ધરાઈ