ગુજરાત

gujarat

ETV Bharat / state

Mundra Heroin Case: ભુજ NDPS કોર્ટથી અમદાવાદ NIA કોર્ટમાં ટ્રાન્સફર કરાયો - મુન્દ્રા પોર્ટ

મુન્દ્રા પોર્ટ પર સેમી પ્રોસેસડ ટેલ્ક પાવડરની આડ માં 3004 કિલો હેરોઇન DRI દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો. આ હેરોઈન પ્રકરણમાં કુલ 10 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. બહુચર્ચિત એવા 21,000 કરોડના હેરોઇન પ્રકરણમાં(Mundra Heroin Case)અત્યાર સુધી DRI તથા NIA દ્વારા તપાસ કરવામાં આવી રહી હતી તથા આરોપીઓની પૂછપરછ અને તેમની સામે કાર્યવાહી કરવામાં આવી રહી હતી. ત્યારે હવે આ કેસ ભુજ NDPS કોર્ટથી અમદાવાદ NIA કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે.

Mundra Heroin Case: સમગ્ર કેસ ભુજ NDPS કોર્ટથી, અમદાવાદ NIA કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો
Mundra Heroin Case: સમગ્ર કેસ ભુજ NDPS કોર્ટથી, અમદાવાદ NIA કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો

By

Published : Oct 14, 2021, 1:07 PM IST

Updated : Oct 15, 2021, 6:35 AM IST

  • મુન્દ્રા 21,000 કરોડનો હેરોઈન કેસ મામલો
  • મુન્દ્રાનો ડ્રગ્સ કેસ ભુજ NDPS કોર્ટથી અમદાવાદ NIA કોર્ટમાં ટ્રાન્સફર
  • તમામ આરોપીઓને પણ અમદાવાદ લઈ જવામાં આવશે

કચ્છ: 16 સપ્ટેમ્બર 2021 ના રોજ, DRI અને કસ્ટમ્સ દ્વારા સંયુક્ત ઓપરેશનથી અફઘાનિસ્તાનથી બે કન્ટેનરમાંથી પ્રતિબંધિત હેરોઈનનો મોટો જથ્થો મળી આવ્યો, જે મુન્દ્રા આંતરરાષ્ટ્રીય કન્ટેનર ટર્મિનલ (MICT) મુન્દ્રા પોર્ટ પર આવ્યો હતો. DRI દ્વારા બે કન્ટેનરમાંથી 21,000 કરોડ રૂપિયાનો ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યો હતો. અત્યાર સુધી DRI તથા NIA દ્વારા તપાસ કરવામાં આવી રહી હતી તેમજ આરોપીઓની પૂછપરછ અને તેમની સામે કાર્યવાહી કરવામાં આવી રહી હતી. ત્યારે હવે આ કેસ ભુજ NDPS કોર્ટથી અમદાવાદ NIA કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. પકડાયેલા તમામ આરોપીઓને પણ અમદાવાદ લઈ જવામાં આવશે.

10 આરોપીઓની ધરપકડ કરવામાં આવી

(Mundra Heroin Case)માં અત્યાર સુધીમાં આ કન્ટેનર આયાતકાર દંપતિ સુધાકર અને વૈશાલી સહિત મહત્વના આરોપી ગણાઇ રહેલા રાજકુમારની કોઇમ્બતુરથી ધરપકડ કરીને ભુજની પાલારા જેલમાં રાખવામાં આવ્યો હતો. તેમજ અફઘાન અને ઉઝબેક નાગરિકો સહિત કુલ 10 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

ભુજની NDPS કોર્ટમાંથી કેસ અમદાવાદની NIA કોર્ટમાં ટ્રાન્સફર કરાયો

મુંદ્રા પોર્ટ પરથી મળી આવેલ હેરોઈન પ્રકરણમાં (Mundra Heroin Case) NIAની ટીમ પણ ગાંધીધામ અને મુંદ્રા પોર્ટની મુલાકાત લઈને આ કેસમાં તપાસ હાથ ધરી છે. તથા ભુજની NDPS કોર્ટમાં ચાલતી આ કેસની સુનાવણીમાં NIA દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હોવાથી, આ કેસને હવે અમદાવાદની NIA કોર્ટમાં ટ્રાન્સફર કરવા માટે અરજી કરવામાં આવી હતી. જેના આધારે કેસને હવે અમદાવાદની વિશેષ NIA અદાલતમાં ટ્રાન્સફર કરી દેવાયો છે.

NIA દ્વારા જુદાં જુદાં 5 શહેરોમાં તપાસ હાથ ધરાઈ

NIA દ્વારા જુદા જુદાં 5 શહેરોમાં રહેણાંક મકાન તથા ગોડાઉનમાં તપાસ કરવામાં આવી હતી. NIA દ્વારા લાજપત નગર, અલીપુર, ખેરા ક્લન, નવી દિલ્હી અને નોઇડામાં તપાસ કરવામાં આવી હતી. આ તમામ સ્થળેથી તપાસ દરમિયાન વિવિધ દસ્તાવેજો, આર્ટિકલ અને વસ્તુઓ NIA દ્વારા જપ્ત કરવામાં આવી છે.

NIA દ્વારા તપાસ ચાલુ, વધુ ખુલાસા થવાની સંભાવના

આ કેસમાં NIA દ્વારા હજી વધુ તપાસ ચાલુ છે અને વધારે સ્થળોએ દરોડા પાડીને આ કેસને લગતી વધારે અને ચોંકાવનારી માહિતીઓ બહાર આવી શકે તે માટે આગામી સમયમાં મોટા ખુલાસા થવાની પૂરેપૂરી સંભાવનાઓ રહેલી છે.

જાણો શું કહ્યું સરકારી વકીલે..

આ કેસ અંગે સરકારી વકીલ કલ્પેશ ગોસ્વામીએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે,"કેસને હવે ભુજ NDPS કોર્ટમાંથી અમદાવાદની NIA કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે અને NIA દ્વારા તેની તપાસ પણ ચાલુ છે. સમગ્ર દેશમાં હાલમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓને પકડીને NIA અમદાવાદ લઈ આવે તેવી શકયતાઓ છે."

આ પણ વાંચો : Mundra Heroin Case: NIA દ્વારા 5 શહેરોમાં તપાસ કરાઇ, કેસને લગતા દસ્તાવેજો જપ્ત કરાયા

આ પણ વાંચો : Mundra Heroin Case મામલે NIA તપાસમાં જોડાઈ, વધુ મોટા ખુલાસા થવાની સંભાવનાઓ

Last Updated : Oct 15, 2021, 6:35 AM IST

ABOUT THE AUTHOR

...view details