કચ્છ: જિલ્લાના સાંસદ વિનોદ ચાવડાએ સાંસદની સ્થાનિક વિસ્તાર વિકાસ યોજના ગ્રાંટ હેઠળ તેમણે ફાળવેલી ગ્રાંટમાંથી કોરોના વાઇરસના સંક્રમણને અટકાવવા સ્તૃતય માટે કરાયેલી કામગીરી અને પરિણામો બાબતે વિસ્તૃત માહિતી મેળવી હતી.
કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ લીધી સિવિલ હોસ્પિટલની મુલાકાત - કચ્છના સાંસદ વિનોદ ચાવડા
કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ ગુરુવારના રોજ જી.કે.જનરલ હોસ્પિટલની મુલાકાત લઇ સિવીલ સર્જન ડો.કશ્પય બુચ પાસેથી વર્તમાન કોરોના વાઇરસ વિશે હોસ્પિટલ અને દર્દીઓની વિગતે માહિતી મેળવી હતી.
ઉલ્લેખનીય છે કે, સાંસદે રૂપિયા 90 લાખ કોરોના વાઇરસને અટકાવવા માટેની સાધન સામગ્રી માટે ફાળવ્યા છે. તેમની ગ્રાંટમાંથી જિલ્લાના 10 તાલુકા અને 6 નગરપાલિકાની સરકારી હોસ્પિટલો માટે PPI કીટ (પર્સનલ પ્રોટેકશન ઈકવીપમેન્ટ કીટ), માસ્ક, પેરામેડિકલ કીટસ, સેનેટરાઈઝર્સ વગેરેની ખરીદી કરવામાં તાકીદ કરી હતી.
સાંસદે જિલ્લા પંચાયતના આરોગ્ય તંત્રને પણ આ સાધન સામગ્રી ફાળવવા સૂચન કર્યુ હતું. ઈન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા ખાનગી હોસ્પિટલોને પણ જરૂરિયાત મુજબ આ સાધન સામગ્રી ઉપલબ્ધ કરાવવા તેમણે જણાવ્યું હતું. આ ઉપરાંત તેમણે જી.કે.જનરલ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા કોરોના પોઝિટિવ દર્દી વિશે પણ તપાસ કરી હતી. આ મુલાકાત દરમિયાન મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.પ્રેમકુમાર કન્નર પણ ઉપસ્થિત રહ્યા હતા.