ભુજઃ કચ્છમાં કોરોના કેસો દિવસેને દિવસે વધી રહ્યાં છે, ત્યારે રવિવારે માંડવી તાલુકા કોડાયના 77 વર્ષીય વૃદ્ધ મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે કચ્છમાં કોરોનાનો કુલ આંક 80 પર પહોંચ્યો છે. જેમાંથી 52 લોકોને સારવાર બાદ રજા આપવામાં આવી છે, જ્યારે ત્રણ દર્દીના મોત થયા છે. હાલ 25 એક્ટિ કેસ છે, જે સારવાર હેઠળ છે. જેમાંથી માંડવીના મદનપુરાના વૃદ્ધની હાલત વધુ ગંભીર બની છે.
જિલ્લા વિકાસ અધિકારી સત્તાવાર યાદી મુજબ, અન્ય એક કેસમાં શાંરહજાથી કંડલા આવેલા એક જહાજના ક્રુ મેમ્બરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હરિયાણાના રોહતકના યુવાન સાઈન ઓફ એટલે કે કંડલા બંદરે ઉતરીને પોતાના ઘરે જવાનો હતો.
કચ્છમાં ક્રુ મેમ્બર સહિત 2 લોકો કોરોનાગ્રસ્ત, કુલ પોઝિટિવ આંક 80 પર પહોંચ્યો
કચ્છમાં શનિવારે કોરોના વાઈરસના બે પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જ કુલ આંક 80 પર પહોંચ્યો છે.
coronavirus
માર્ગદર્શિકા મુજબ, ક્રુ મેમ્બરનું સેમ્પલ લેવાયું હતું. જેમાં રિપોર્ટ પોઝિટિવ આવતા આદિપુરની હરિઓમ હોસ્પિટલ ખાતે સારવાર માટે દાખલ કરાયો છે. આ યુવાનના સંપર્કમાં આવેલા 38 લોકોને કવોરન્ટાઈન કરવામાં આવ્યાં છે.