ગુજરાત

gujarat

ETV Bharat / state

Ramkund Stepwell Bhuj: ભુજનો 300 વર્ષથી વધુ પ્રાચીન રામકુંડ ઝંખે છે જાળવણી, 30થી 35 ફૂટ જેટલી છે ઊંડાઈ - કચ્છની પ્રથમ હાઈસ્કૂલ

ભુજના 300 વર્ષથી પણ વધુ પ્રાચીન રામકુંડ (Ramkund Stepwell Bhuj)ની યોગ્ય દેખરેખ કરવામાં આવે તેવી અપીલ કચ્છ ઇતિહાસ પરિષદ દ્વારા કરવામાં આવી છે. આ રામકુંડરાના મથાળે 56×56ની સળંગ ત્રણેક ફૂટ પહોળી પ્રદક્ષિણા માટેની પાળ છે અને ઉપરનો ઘેરાવો 3136 ચો.ફૂટ છે. તેની ઊંડાઈ 30થી 35 ફૂટ જેટલી છે.

ભુજનો 300 વર્ષથી વધુ પ્રાચીન રામકુંડ ઝંખે છે જાળવણી,  30થી 35 ફૂટ જેટલી છે ઊંડાઈ
ભુજનો 300 વર્ષથી વધુ પ્રાચીન રામકુંડ ઝંખે છે જાળવણી, 30થી 35 ફૂટ જેટલી છે ઊંડાઈ

By

Published : Apr 16, 2022, 4:59 PM IST

કચ્છ: ભુજના અતિ મહત્વના મહાદેવ નાકા (mahadev naka bhuj) બહાર પવિત્ર અને શહેરની શોભા સમાહમીરસર તળાવ (hamirsar lake bhuj)ના અગ્ની ખૂણાથી દક્ષિણ બાજુ હમીરસર તળાવની આવના કાંઠા પર અને સત્યનારાયણ મંદિરની પાછળ આવેલું એક વિરાટ કલાત્મક સ્થાપત્ય એટલે રામકુંડ. કચ્છ પ્રવાસન (kutch tourism bhuj gujarat)ની દૃષ્ટિએ દિવસેને દિવસે આગળ વધી રહ્યું છે, ત્યારે કચ્છ ઇતિહાસ પરિષદ દ્વારા રામકુંડની યોગ્ય જાળવણી માટે અપીલ કરવામાં આવી છે.

કચ્છ ઇતિહાસ પરિષદ દ્વારા રામકુંડની યોગ્ય જાળવણી માટે અપીલ કરવામાં આવી.

300 વર્ષથી વધુ પ્રાચીન-રામકુંડ એક પ્રકારનો જળસ્રોત (Water Source Bhuj) છે અને 300 વર્ષથી વધુ પ્રાચીન હોવાના સંદર્ભો સાંપડે છે. આ રામકુંડના ઉપરની ઇશાને પાળી પર શ્રી કંઠેશ્વર મહાદેવનું મંદિર (kantheshwar mahadev mandir bhuj) છે. જેની સ્થાપના મહારાવશ્રી પ્રાગમલજીની વારીમાં સાચોરા બ્રાહ્મણ જોષી ગંગાધરન કચરા કચરાણીએ સંવત 1931 માગશર સુદ 2ને ગુરુવારે થયાની નોંધ આ મંદિરની પીઠમાં લાગેલી તકતીમાં જોવા મળે છે. દીલસુખરાય અંતાણીએ ભુજ દર્શનમાં રામકુંડની સામે આ સંવત દર્શાવેલી છે, જે આ મંદિરની સ્થાપના વિશે હોવાનું જણાય છે તેના આધારે કહી શકાય કે રામકુંડ ઘણો પ્રાચીન છે.

ચારધામ યાત્રા નામના ગ્રંથમાં પણ ઉલ્લેખ- કચ્છ ઇતિહાસ પરિષદના ઉપપ્રમુખ શંભુભાઈ જોષીએ Etv Bharatને રામકુંડના ઇતિહાસ (History of Ramkund bhuj) વિશે વાતચીત કરતા જણાવ્યું હતું કે, સદગુરુ મહંતશ્રી ધર્મજીવન દાસજી પ્રેરિત ચારધામ યાત્રા નામના ગ્રંથમાં શ્રી સહજાનંદ સ્વામી સંતો અને હરિભકતો સાથે આ પ્રાચીન પવિત્ર તીર્થના સ્નાન કરતા અને તેનો મહિમા સૌને કહ્યો હતો. એ ઘટના 200થી 250 વર્ષ પૂર્વેની હોય અને ત્યારે પણ રામકુંડને પ્રાચીન પવિત્ર કહ્યો હોય તો એને 300 વર્ષથી વધુ સમયનો માનવાને પુરતો આધાર ગણાય છે.

ભુજનો રામકુંડ સુંદર અને કલાત્મક જોવાલાયક સ્થળ

આ પણ વાંચો:Happy Birthday Bhuj: 474માં જન્મદિવસે જાણો શું છે ભુજનો ઇતિહાસ....

રામકુંડનું બાંધકામ- રામકુંડની ચારેય બાજુ દિવાલોમાં દિવાઓ મુકવા માટે સુંદર કલાત્મક ગોખલાઓ ઘડેલા છે. જેમાં તહેવાર પ્રસંગોએ દિવાઓ પ્રગટાવતા આખો રામકુંડ રોશનીથી ઝળહળી ઊઠે અને શોભી ઊઠે. રામકુંડના મથાળે 56×56ની સળંગ ત્રણેક ફૂટ પહોળી પ્રદક્ષિણા માટેની પાળ છે અને આમ, ઉપરનો ઘેરાવો 3136 ચો.ફૂટ છે. ચારે બાજુથી ઉપરથી નીચે તરફ ઉતરવાના 3 સ્તરમાં બંને બાજુ 16થી 17 પગથીયાઓ છે. આમ 3 માળ જેટલી ઊંડાઈ સુધી ઉતરવા માટે 3 તબક્કામાં પગથીયાઓ છે. એ રીતે ઉપરની પાળથી છેલ્લાં ખંડમાં કૂવા સુધીની ઊંડાઈ 30થી 35 ફૂટ જેટલી છે. ત્યાર પછી એ સ્તરે આવેલી વચ્ચે ગોળ કૂવાની ઊંડાઇનો કોઇ અંદાજ નથી.

રામકુંડની પ્રાચીનતા- કચ્છમાં 10માં સૈકા પૂર્વેના કાઠી (history of kathi)ઓના વર્ચસ્વની નોંધ ઇતિહાસકારોએ લીધી છે. તે પ્રમાણે કાઠીઓ સૂર્યના ઉપાસક હતા. તે પૂર્વાભિમૂખી સૂર્યમંદિરોમાં (East facing Sun Temple) બનાવતા. ઊગતા સૂર્યના કિરણો સીધા સૂર્યમંદિરમાં જાય એવી રચના થતી અને આવા સૂર્યમંદિરમાં પૂજા અર્થે જતાં પહેલા સ્નાન કરીને જવાની પ્રથા પણ જાણવામાં આવેલી છે. તે રીતે સૂર્યમંદિરની આગળ પૂર્વ દિશામાં કુંડ રાખવામાં આવતાં એવું મોઢેરાનાં સૂર્યમંદિર (sun temple modhera)માં જોવા મળે છે. એ રીતે ભુજ ખાતે કાઠીઓના સમયમાં અત્યારના રામકુંડની પશ્ચિમે સૂર્યમંદિર હોવાની ધારણા પ્રબળ બને છે. સૂર્યમંદિર સામે આ રામકુંડવાળો કુંડ સ્નાન માટે બનાવવામાં આવ્યો હોઈ એ કાચા ભુકરીયા પત્થરના કુંડને મહારાવ શ્રી પ્રાગમલજીએ સુંદર પત્થરોની ભૌમિતીક રચનામાં અને તેમાં કલાત્મક કોતરણી દ્વારા સજાવીને તૈયાર કર્યો હોવાનું માની શકાય. આમ, આ કુંડની પ્રાચીનતા ઘણી છે.

300 વર્ષથી વધુ સમયનો માનવાને પુરતો આધાર

ભૂગર્ભમાંથી પાણીની આવક-રામકુંડની રચના ભુજના હમીરસર તળાવની આવના વહેણ પર છે. આ વહેણ હમીરસરને જ્યાં મળે છે એની પાસે રામકુંડ બનેલો છે. આ રામકુંડની ખાસ જાણવા જેવી હકીકત એ છે કે, હમીરસર તળાવના પાણીની સપાટી મુજબ રામકુંડમાં પાણીની સપાટી રહે છે. એ રીતે ભૂગર્ભમાંથી પાણીની આવક રામકુંડના તળીયામાં રહેલા કૂવામાં આવે છે અને રામકુંડ ભરાતો જાય છે, જ્યારે હમીરસર પૂરું ભરાઇ જાય ત્યારે આ રામકુંડમાં છેક ઉપર સુધીની સપાટીએ પાણી ભરાઇ જાય છે.

આ પણ વાંચો:Bhuj mahant tapasya: ભુજના સંતે કાલભૈરવને પ્રસન્ન કરવા પોતાના શરીર પર સાંકળ બાંધી

કલાત્મક પ્રતિમાઓની કોતરણી- મહારાવશ્રી પ્રાગમલજી સુંદર કલાત્મક બાંધકામો (Artistic construction of Ramkund)નાં શોખીન હતા અને તેમના સમયમાં કાચા પથ્થરમાંથી ભુકરીયા પાણા કોતરી બનાવેલા જૂનાં કૂંડને કલાત્મક રીતે સજાવવા આંધૌના લાલ પથ્થરથી મઢાવી જીર્ણોદ્વાર કરાવી તેમાં સુંદર ભૂમિતીકારક પગથીયાની ગોઠવણી અને વચ્ચેના ભાગમાં 19-19 પ્રતિમાઓ કોતરાવી રામાયણ, મહાભારત વગેરેના પ્રસંગોને લગતી કોતરણી અને તેને હારમાં બંને બાજુ ફૂલ, બુટા અને કુંડીઓમાં કલાત્મક છોડની કોતરણીથી સજાની એક નમુનેદાર સ્થાપત્ય નિર્માણ કરાવ્યું જણાય છે.

રામકુંડ સુંદર અને કલાત્મક જોવાલાયક સ્થળ-ભુજનો રામકુંડ સુંદર અને કલાત્મક જોવાલાયક સ્થળ છે. હમીરસર તળાવ કાંઠે રાજય નિર્મિત સત્યનારાયણ મંદિર પાછળ અને નૂતન સ્વામીનારાયણના ભવ્ય કલાત્મક મંદિરની નજીક છે એ ઉપરાંત ભારતનું પ્રથમ મ્યુઝિયમ ભુજ મ્યુઝિયમ પણ રામકુંડની બિલકુલ નજીક છે. કચ્છની સર્વપ્રથમ હાઇસ્કુલ (Kutch's first high school) પણ રામકુંડની નજીક આવેલી છે. આ રીતે ભુજની મુલાકાત લેનારાઓએ આ રામકુંડ ખાસ જોવા જેવો છે.

પુરાતત્વખાતાએ એક આકર્ષક બોર્ડ મુકવાની જરૂરિયાત- આ રામકુંડ ગુજરાત રાજ્યમાં પુરાતત્વખાતા (archaeology department gujarat) હસ્તક સ્મારક તરીકે જાળવવામાં આવે છે. ભૂંકપમાં પહોચેલી ક્ષતિ દુરસ્ત કરાવી અત્યારે સાચી સ્થિતિમાં જોવા મળે છે પણ તેનો માર્ગ સાંકડો છે. આ માર્ગ પાસે રામકુંડ વિષયક બોર્ડ મુકવામાં આવેલું છે, પણ તે જલદી નજરે ચડે એવી સ્થિતિમાં નથી. રામકુંડની મુલાકાત દરેક પ્રવાસી લે એ માટે અહીં એક આકર્ષક બોર્ડ મુકવાની જરૂરિયાત છે.

ABOUT THE AUTHOR

...view details