કચ્છ:કચ્છના દરિયામાંથી ચરસના બિનવારસુ પેકેટ મળવાનો સિલસિલો હજુ પણ યથાવત છે. પોલીસ કોસ્ટગાર્ડ, નેવી સહિતની ટીમોને છેલ્લા 15 દિવસથી દરિયામાંથી આ રીતે માદકપ્રધાર્થ મળી રહયા છે. જખૌ કોસ્ટગાર્ડને આજે વધુ 24 પેકેટ ચરસ મળી આવ્યું છે, જેની કિમંત રુપિયા 36 લાખ આંકવામાં આવી છે.
કચ્છમાં ચરસ મળવાનો સિલસિલો યથાવત, જખૌ નજીકથી વધુ 24 પેકેટ ચરસ મળ્યું
કચ્છના જખૌ કોસ્ટગાર્ડને આજે વધુ 24 પેકેટ ચરસ મળી આવ્યું છે, જેની કિમંત રુપિયા 36 લાખ આંકવામાં આવી છે.
વિગતો મુજબ જખૌ કોસ્ટગાર્ડની લેન્ડિંગ ટીમ કડિયાળી બેટમાં હતી ત્યારે તેમેને આ પેકેટ મળી આવ્યા હતા. ટીમે આ પેકેટ કબ્જે લઈને તેને પોલીસને વધુ તપાસ માટે સોંપી આપ્યા છે. દરમિયાન કોસ્ટગાર્ડે વિવિધ એજન્સીઓના સંકલન સાથે આ રીતે 120થી વધુ ચરસના બિનવારસી પેકેટ કબ્જે લીધા હોવાનું યાદીમાં જણાવાયુ છે.
ઉલ્લખેનીય છે કે કચ્છના દરિયામાં કિનારમાં શેખરાનપીર વિસ્તારમાંથી લોકડાઉન દરમિયાન પોલીસે 16 પેકેટ ચરસ પકડી પાડયું હતું. આ પછી બનવારસી રીતે કરોડો રૂપિયાનો જથ્થો વિવિધ એજન્સીઓએ પકડી પાડયો છે. ખાસ કરીને છેલલ્લા 15 દિવસમાં સતત વિવિધ સ્તરેથી આ રીતે જથ્થો મળી રહયો છે. પોલીસે આ કેસમાં અનેક દિશામાં તપાસ હાથ ધરી છે. જોકે તપાસની અન્ય વિગતો સ્પષ્ટ કરાઈ નથી. ખાસ કીરને આ ચરસના પેકેટ પાછળ પાકિસ્તાન કનેકશન ખુલ્લું થયા પછી પોલીસ સહિતની તમામ ટીમો વિવિધ કડીઓને જોડીને તપાસ કરી રહી છે.