ગુજરાત

gujarat

ETV Bharat / state

ચાલુ વર્ષે કચ્છમાં ખારેકનું 1.72 લાખ metric ton ઉત્પાદન થવાની શક્યતા - Gujarat News

કચ્છના રણપ્રદેશમાં ખારેકની બાગાયત ખેતીએ છેલ્લાં ઘણાં વર્ષોથી વિશાળ સ્વરૂપ ધારણ કર્યું છે અને ચાલુ વર્ષે પણ ખારેકના ઉત્પાદનમાં વધારો થયો છે. કચ્છ જેવા રણપ્રદેશમાં પણ ખેડૂતોએ અનેક બાગાયતી પાકોનું સફળ વાવેતર કર્યું છે. ત્યારે કેસર કેરીના સફળ ઉત્પાદન અને વેંચાણ બાદચાલુ વર્ષે કચ્છમાં દેશી અને બારાહી ખારેકે 350 કરોડનો વેપાર કર્યો છે.

Kutch Breaking News
Kutch Breaking News

By

Published : Jun 19, 2021, 8:49 PM IST

  • કચ્છમાં ચાલુ વર્ષે 18500 હેક્ટરમાં ખારેકનું ઉત્પાદન
  • દેશ વિદેશમાં કચ્છની ખારેકની સારી એવી માગ
  • 1.72 લાખ મેટ્રિક ટન ઉત્પાદન થવાની શક્યતા
  • કચ્છની દેશી અને બારાહી ખારેકે 350 કરોડનો વેપાર કર્યો
  • કચ્છની જમીન ફળદ્રુપ અને ખારેકના પાકને માફક આવે તેવી

કચ્છ : જિલ્લાના ખેડૂતોએ રણ પ્રદેશમાં બગયાતી પાકોનું ઉત્પાદન કરીને દેશના અર્થતંત્રમાં મહત્વનો ભાગ ભજવ્યો છે. કચ્છની જમીન ફળદ્રુપ અને ખારેકના પાકને માફક આવે તેવી હોવાથી અહીં છેલ્લાં ઘણાં વર્ષોથી ખારેકનું સારું એવું ઉત્પાદન થઈ રહ્યું છે અને આ ઉપરાંત દેશ વિદેશમાં પણ ખારેકની માગ હોવાથી ખૂબ સારા પ્રમાણમાં નિકાસ પણ કરવામાં આવે છે.

ચાલુ વર્ષે કચ્છમાં ખારેકનું 1.72 લાખ metric ton ઉત્પાદન થવાની શક્યતા

આ પણ વાંચો : થરાદના ખેડૂતે 12 એકરમાં બાગાયતી ખેતી દ્વારા ખારેકનું વાવેતર કરી વર્ષે 15 લાખની આવક મેળવી

ચાલુ વર્ષે 1.72 લાખ ઉત્પાદનની શક્યતા

ચાલુ વર્ષે કચ્છમાં 18,500 હેક્ટરમાં ખારેકનું વાવેતર કરવામાં આવ્યું હતું. જે ગત વર્ષ કરતાં 500 હેક્ટરમાં વધારે વાવેતર કરવામાં આવ્યું હતું. તો 1,72,000 મેટ્રિક ટન ઉત્પાદન થવાની શક્યતા છે. ખારેકનું ઉત્પાદન કરવા માટે ખેડૂતો દેશી ખાતરનો ઉપયોગ કરી રહ્યા છે. જેના કારણે ખારેકની મીઠાશના પણ વધારો થઈ રહ્યો છે.

કચ્છના રણપ્રદેશમાં ખારેકની બાગાયત ખેતી

આ પણ વાંચો : બનાસકાંઠામાં અધિકારીએ નિવૃત્તિના સમયમાં કરી ઇઝરાયેલી ખારેકની ખેતી

દેશ વિદેશમાં ખારેકનું નિકાસ

કચ્છમાં અગાઉ માત્ર અમુક જગ્યાએ જ ખારેકનું ઉત્પાદન થતું હતું. જ્યારે હવે લગભગ દરેક જગ્યાએ ખારેકનું ઉત્પાદન થઈ રહ્યું છે. આ ઉપરાંત કચ્છી ખારેક સિંગાપોર, ઇન્ડોનેશિયા, મ્યાનમાર, UK, મુંબઈ વગેરે જગ્યાએ નિકાસ કરવામાં આવે છે.

ખારેકનું 1.72 લાખ metric ton ઉત્પાદન થવાની શક્યતા

ABOUT THE AUTHOR

...view details