ગુજરાત

gujarat

ETV Bharat / state

Moon Darshan Puja : કચ્છના રાજ પરિવાર દ્વારા વંશ પરંપરાગત મુજબ ચંદ્ર દર્શન પૂજા કરવામાં આવી - Moon darshan puja

અશ્વિની નવરાત્રિ ચાલી રહી છે અને માં આશાપુરાના ભક્તો વિવિધ રીતે માતાજીની પૂજા અર્ચના કરી રહ્યા છે.તો કચ્છના રાજ પરિવાર દ્વારા પણ વિશેષ પૂજા કરવામાં આવે છે.ત્યારે અનેક પુજા વિધીઓમાંથી ભુજના દરબાર ગઢમાં યોજાતી ચંદ્ર પૂજા સૌથી મહત્વપૂર્ણ છે.આજે રાજ પરિવાર દ્વારા આ પૂજા ચંદ્ર નિમિતે કરવામાં આવી હતી.

કચ્છના રાજ પરિવાર દ્વારા વંશ પરંપરાગત મુજબ ચંદ્ર દર્શન પૂજા કરવામાં આવી
કચ્છના રાજ પરિવાર દ્વારા વંશ પરંપરાગત મુજબ ચંદ્ર દર્શન પૂજા કરવામાં આવી

By ETV Bharat Gujarati Team

Published : Oct 17, 2023, 9:10 AM IST

કચ્છના રાજ પરિવાર દ્વારા વંશ પરંપરાગત મુજબ ચંદ્ર દર્શન પૂજા કરવામાં આવી

કચ્છ: 1947માં આઝાદી મેળવ્યા પછી કચ્છ રાજ્ય ભારત સંઘમાં જોડાયું હતું. ત્યારે રાજાશાહી પૂર્ણ થયા બાદ આજદિન સુધી કચ્છના રાજ પરિવાર દ્વારા પોતાની ધાર્મિક પરંપરાઓ નિભાવવામાં આવી રહી છે. સમગ્ર વર્ષ દરમિયાન રાજ પરિવાર દ્વારા યોજાતી અનેક પુજા વિધીઓમાંથી ભુજના દરબાર ગઢમાં યોજાતી ચંદ્ર પૂજા આજે યોજવામાં આવી હતી. કચ્છમાં જાડેજા રાજવંશનું શાસન શરૂ થયું ત્યારથી આજ સુધી દર માસે અચૂકપણે ચંદ્ર પૂજા પરિવારના સભ્યો દ્વારા કરવામાં આવે છે.

કચ્છના રાજ પરિવાર દ્વારા વંશ પરંપરાગત મુજબ ચંદ્ર દર્શન પૂજા કરવામાં આવી

475 વર્ષ જૂની ચંદ્ર પૂજા નિયમિતપણે: દેવપર ઠાકોર કૃતાર્થસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે કચ્છનું રાજપરિવાર જાડેજા ક્ષત્રિય રાજપરિવાર છે અને ચંદ્રવંશી છે. જેથી આ કુળમાં ચંદ્રની પૂજા કરવી ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વર્ષ 1549 માં રાવ ખેંગારજી દ્વારા કચ્છની રાજધાની ભુજ ખસેડવામાં આવી હતી. ત્યારથી દર મહિનાની અજવાળી બીજના અહીં આવેલા તેમના દેવસ્થાનમાં ચંદ્ર પૂજા કરવામાં આવે છે. ભૂકંપ બાદ મૂળ મંદિરનો સ્થળ જર્જરિત થતાં મંદિરને દરબાર ગઢમાં આવેલ પ્રાગ મહેલની બાજુમાં આવેલા ટીલામેડી ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આજે પણ આ મંદિરમાં આ 475 વર્ષ જૂની ચંદ્ર પૂજા નિયમિતપણે કરવામાં આવે છે.

કચ્છના રાજ પરિવાર દ્વારા વંશ પરંપરાગત મુજબ ચંદ્ર દર્શન પૂજા કરવામાં આવી

સતત 40 વર્ષ સુધી કચ્છના અંતિમ: ચંદ્ર દર્શનની પૂજા સતત 40 વર્ષ સુધી કચ્છના અંતિમ મહારાવ પ્રાગમલજી ત્રીજા દ્વારા કરવામાં આવી હતી. મહારાવ પોતે દેશ દુનિયાના કોઈ પણ ખૂણામાં હોતા તો પણ આ પૂજા અચૂકપણે વિધિસર સંપન્ન થાય તેની કાળજી પણ રાખતા હતા. મહારાવના અન્ય કોઈ પ્રતિનિધિ આ પૂજા કરવા હાજર ન હોય તો પોતે મુંબઈથી પૂજા કરવા માટે ભુજ પણ આવતા હતા. મહારાવના અવસાન બાદ તેમના પત્ની મહારાણી પ્રીતિ દેવી દ્વારા આ પરંપરા ચાલુ રાખી આ ચંદ્ર પૂજાની પરંપરા ચાલુ રાખવામાં આવી છે.

કચ્છના રાજ પરિવાર દ્વારા વંશ પરંપરાગત મુજબ ચંદ્ર દર્શન પૂજા કરવામાં આવી

દર વર્ષે 30 જેટલી પૂજા વિધિ: દર મહિને યોજાતી ચંદ્ર પૂજા જ નહીં. પરંતુ સમગ્ર વર્ષ દરમિયાન ભુજીયા ડુંગર પર નાગ પંચમીના ભુજંગ દેવની પૂજા, માઇ આઠમની પૂજા, શ્રાવણ માસમાં રુદ્રાણી ખાતે પતરી વિધિ અને આસો નવરાત્રી દરમિયાન માતાના મઢ અને ભુજ આશાપુરા મંદિર ખાતે યોજાતી પતરી વિધિ અને નૈવેદ્ય પૂજા મળીને કુલ 30 જેટલી પૂજા વિધિ આજે પણ રાજ પરિવાર દ્વારા નિભાવવામાં આવે છે.

  1. Kutch News : કચ્છના અબડાસામાં ખાણ ખનિજ ખાતાની તવાઈ, 10 વાહનો કર્યા કબ્જે, ખનીજ માફિયા છુમંતર
  2. Vibrant Kutch: વાયબ્રન્ટ કચ્છમાં હરી જરી વર્ક સાથે સંકળાયેલા એન્ટરપ્રિન્યોર પાબીબેન રબારી છવાયા

ABOUT THE AUTHOR

...view details