ગુજરાત

gujarat

ETV Bharat / state

કચ્છના અબડાસા તાલુકાના કોસ્ટલ એરિયામાં મોકડ્રીલનો પ્રારંભ કરાયો

કચ્છઃ સરહદની સામે પાર પાકિસ્તાન દ્વારા તૈનાત કરાતાં લશ્કર અને કમાન્ડોના કારણે ભારતીય લશ્કર પણ સાબદુ બની ગયું છે. 370ની કલમ રદ થતાં પાડોશી દેશની હરકતો વધી રહી છે. ગુરુવાર રોજથી ભારતીય નેવી દ્વારા કચ્છના અબડાસા તાલુકાના કોસ્ટલ એરિયામાં મોકડ્રીલનો પ્રારંભ કરાયો છે.

કચ્છના અબડાસા તાલુકાના કોસ્ટલ એરિયામાં મોકડ્રીલનો પ્રારંભ કરાયો

By

Published : Aug 22, 2019, 8:37 PM IST

બે દિવસ ચાલનારી મોકડ્રીલ દ્વારા ભારતીય નેવીના જવાનો પોતાની સતર્કતા, સજાગતાની ચકાસણી કરશે. જો કે, આ મોકડ્રીલનો મહત્વનો હેતુ બોર્ડર એરિયાના લોકો સાથે સંવાદીતતા વધારવાનો છે. જેથી લોકો યુદ્ઘ જેવી પરિસ્થિતિ પૂર્વે સતર્ક રહી શકે. સરહદી વિસ્તારોમાં જો કયાંય પણ કોઈ સંદિગ્ધ હીલચાલ દેખાય કે દુશ્મન દેશ દ્વારા કોઈ પણ હાનિ પહોંચાડવાનો પ્રયાસ કરાય, તો લોકો સતર્ક રહે અને સુરક્ષા એજન્સીઓને તે વિશે જાણ કરે.આ મોકડ્રીલનો હેતુ કટોકટીના સમયે લશ્કર અને પ્રજા સાથે મળીને સામનો કરી તે માટેની તૈયારી કરવાનો છે.

ABOUT THE AUTHOR

...view details