- મહામારીના સમયમાં સંસ્થાની દર્દીઓ માટેની સેવાકીય પ્રવૃત્તિ રાજ્યપ્રધાને બિરદાવી
- રાતાતળાવ કોવિડ કેર સેન્ટર ખાતે 60 ઓક્સિજન બેડ સહિત 110 બેડની સુવિધા ઉપલબ્ધ
- મેડિકલ-પેરામેડિકલ સ્ટાફની સેવાઓને બિરદાવામાં આવી
કચ્છઃ રાજ્યપ્રધાન વાસણભાઇ આહિરે સેન્ટર પરના સેવાર્થીઓ અને મેડિકલ-પેરામેડિકલ સ્ટાફની સેવાઓને બિરદાવી હતી. ઉપરાંત જે દર્દીઓ સારવાર લઇ ડિસ્ચાર્જ થયા હતા. તેમને ફૂલ આપીને રાજ્યપ્રધાન તેમજ અન્ય મહેમાનોએ શુભેચ્છા પાઠવી હતી તથા સંસ્થાની કામગીરીની પણ સરાહના કરી હતી.
આ પણ વાંચોઃરાજ્ય ગૃહપ્રધાને સંત કબીર કોવિડ કેર સેન્ટરનો પ્રારંભ કરાવ્યો
ખુટતી સુવિધાઓ ઝડપથી પૂરી પાડવામાં આવશે
અનેક સેવાકીય કાર્ય કરતી આ સંસ્થાએ અગાઉ પણ કોરોનાના દર્દીઓ માટે સુવિધા પૂરી પાડી છે. અત્યારે પણ કોરોનાના દર્દીઓની ખુબ સારી રીતે સેવા કરી રહી છે. કચ્છ માથે આફત આવે ત્યારે દેશ દુનિયાના ખૂણે બેઠા કચ્છીઓ લોકોની સેવા કરવા માટે તત્પર રહે છે. જે કચ્છીઓની કચ્છીયત દર્શાવે છે. જેનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ આ સંસ્થા છે.