ગુજરાત

gujarat

ETV Bharat / state

કચ્છમાં વધતા કોવિડ સંક્રમણને અટકાવવાં યોજાઇ બેઠક

કોવિડ-19ની કચ્છ જિલ્લામાં સ્થિતિ તેમજ વધતાં સંક્રમણને અટકાવવા અને જાહેર જનતા અને સાવચેતીના પગલાં માટે કલેકટર કચેરી ખાતે કોવિડ-19 સમીક્ષા બેઠક યોજાઇ હતી.

કચ્છ
કચ્છ

By

Published : Sep 11, 2020, 12:25 PM IST

કચ્છ: કોવિડ-19ની કચ્છ જિલ્લામાં સ્થિતિને જોઈ અને વધતાં સંક્રમણને અટકાવવા અને જાહેર જનતા અને સાવચેતીના પગલાં માટે કલેકટર કચેરી ખાતે કોવિડ-19 સમીક્ષા બેઠક યોજાઇ હતી.

સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોના કલ્યાણ અને પ્રવાસન રાજયપ્રધાન વાસણભાઇ આહીરની અધ્યક્ષતા હેઠળ યોજાયેલી બેઠકમાં કોવિડ-19ના સંક્રમણને અટકાવવા વહીવટી અને આરોગ્ય તંત્રની સુવિધા, સમસ્યા અને પ્રશ્નોની આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં જિલ્લામાં કોરોના વાઇરસ સંદર્ભે હોસ્પિટલ, સાધન-સુવિધા અને ઉદભવતા પ્રશ્નો અને સમસ્યાઓના નિરાકરણ માટે સબંધિતોને કડક શબ્દોમાં સુચના આપવામાં આવી હતી.

આ સાથે જ જાહેર સાર્વજનિક સ્થળો પર કેન્દ્ર અને રાજય સરકારે કોરોનાની માર્ગદર્શિકા મુજબ અપાયેલી છૂટછાટમાં જાહેર જનતાએ રાખવાની સાવચેતી અને અમલવારીની પણ ચર્ચા કરવામાં આવી હતી. જેમાં માસ્ક અને સામાજિક અંતર સાથે કોરોના ગાઇડ લાઇનનું પાલન કરી જરૂર પડે તો જ સાર્વજનિક સ્થાનોનો પ્રજાએ ઉપયોગ કરવો જોઇએ. બાગ-બગીચા, રેસ્ટોરન્ટ, જરૂરી પ્રાથમિક સુવિધાઓમાં અપાયેલી છૂટછાટમાં નાગરિકોએ સ્વસલામતી માટે સરકારે નિર્દેશિત કરેલા પગલાંઓનો ચુસ્ત અમલીકરમ અંગે ચર્ચા કરાઈ હતી.

કચ્છ જિલ્લાની વર્તમાન પરિસ્થિતિ જોતા ગ્રામ્ય કરતાં શહેરો અને નગરોમાં તેનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે સ્વસાવધાની, સાવચેતી અને સલામતીના પગલાં નાગરિકો દ્વારા પણ અમલી બને તે જરૂરી ગણાવીને વિવિધ સુચનો કરાયા હતા.

બેઠકમાં ઉપસ્થિત સૌએ જણાવ્યું હતું કે બિનજરૂરી બહાર નીકળવું, કારણ વગર ટોળે વળવું કે નિરર્થક જાહેરમાં ફરવું વગેરે બાબતોનો હાલના સંજોગો જોતાં સંપૂર્ણ નકાર કરવો જોઇએ. લોકોમાં કોવિડ-19 ની ગંભીરતા અને જોખમ બાબતે સ્વજાગૃતિ અને સલામતી અગત્યની છે એમ સૌએ સાર્વત્રિક સુર પુરાવ્યો હતો.

રાજયપ્રધાન વાસણભાઈએ આ તકે કોરોના સંદર્ભે જોવા મળતી સબંધિતોની અસાવધાની અને બેજવાબદારી પ્રત્યે તાકિદ કરી હતી. કોવિડ ગાઇડલાઇનને અનુરૂપ અમલવારી કરાવવા જવાબદાર અને સબંધિત સર્વેને સુચિત કર્યા હતા. આ તકે કોરોનાના સંક્રમણને અટકાવવા, રોકવા સ્વૈચ્છિક સંગઠનોનો સાથ લેવા જણાવ્યું હતું. તેમજ હોસ્પિટલો, શબવાહિની, સ્મશાન વગેરેની ઉદ્ભવતી જરૂરિયાતો બાબતે યોગ્ય કરવા ચર્ચા કરી હતી.

સાંસદ વિનોદભાઇ ચાવડાએ પણ કોવિડ-19ની હોસ્પિટલોમાં પડતી અગવડો અને મળવાની થતી સુવિધાઓ સંદર્ભે સમીક્ષા કરતાં જરૂરી સંશાધનો પુરા પાડવા જણાવ્યું હતું. કલેકટર પ્રવિણા ડી.કે.એ જિલ્લાની કોવિડ સ્થિતિને અનુલક્ષીને જરૂરી તમામ બાબતોને સબંધિત સર્વેને તત્કાળ ધોરણે પુરું કરવા પણ જણાવ્યું હતું. ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી તેમજ અગ્રણી કેશુભાઇપટેલે પ્રશાસન અને જવાબદારો તેમજ પ્રજાની અસાવધાની અને બેજવાબદારી પરત્વે સબંધિતોને અવગત કરી ચોકકસ પરિણામો લાવવા રજૂઆત કરી હતી.

વ્યવસ્થા અને સંકલનના અભાવના પ્રશ્ને ઉદભવતી સમસ્યા અને સગવડો બાબતે રાજયપ્રધાને સૌને તાકિદ કરી હતી તેમજ કોવિડ-19 ની ગાઇડલાઇન અનુરૂપ પ્રજા, સરકાર અને પ્રતિનિધિઓને અનુસરવા જણાવ્યું હતું. પશ્ચિમ કચ્છ એસ.પી સૌરભસિંગ અને પૂર્વ કચ્છના એસ.પી. મયુર પાટીલે પણ આ તકે કાયદાની અમલવારી તેમજ હકારાત્મક કોવિડ-19 ની અમલવારી બાબતે રજૂઆત કરી હતી.

બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ લક્ષ્મણસિંહ સોઢા, અધિક નિવાસી કલેકટર કુલદીપસિંહ ઝાલા, ડેપ્યુટી ડી.ડી.ઓશ્રી ગૌરવ પ્રજાપતિ, ડિઝાસ્ટર મામલતદાર સી.આર.પ્રજાપતિ, તેમજ સબંધિત જિલ્લા આરોગ્ય તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details