- આઈશ્રી આશાપુરા માતાના મઢના દ્વાર બે મહિના બાદ ભક્તો માટે ખુલ્લા મુકાયાં
- માતાના મઢ મંદિર જાગીર ટ્રસ્ટના મહંત દ્વારા મંદિરના દ્વારા ખોલવામાં આવ્યાં
- (Matanamadh) અતિથિ ગૃહ અને ભોજન શાળા બંધ રાખવામાં આવી છે
- બે મહિના બાદ ફરી માઇભક્તોને આજથી દર્શન થશે
કચ્છઃ કોરોનાની બીજી લહેરને ધ્યાનમાં રાખીને સમગ્ર રાજ્યના મોટા મંદિરો સાથે માતાના મઢ (Matanamadh) સ્થિત આશાપુરા મંદિરના જાહેર દર્શન પર તંત્ર દ્વારા રોક લગાવી દેવામાં આવી હતી. તા. 11 એપ્રિલથી મંદિર ભક્તો માટે બંધ કરાયું હતું. પરંતુ હવે જ્યારે કોરોનાના કેસો ઘટી રહ્યા છે ત્યારે બે મહિના બાદ ફરી રાજ્યના તમામ જાણીતા તીર્થસ્થાનોને કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવાના આગ્રહ સાથે આજથી ખોલવામાં આવ્યા છે. જેની સાથે આજેથી ભુજથી 100 કિલોમીટર દૂર આવેલ માતાના મઢના (Matanamadh) દ્વાર પણ હવે દર્શનાર્થીઓ માટે ખુલ્લા મુકવામાં આવ્યાં હતાં.
આ પણ વાંચોઃ ખેડામાં યાત્રાધામોના દ્વાર દર્શનાર્થીઓ માટે ખુલ્યા, ભાવિકોમાં ખુશીની લાગણી