કચ્છ: કોરોના મહામારી વચ્ચે લોકડાઉન-4 સાથે આપેલી છૂટછાટમાં બજાર માટે સમયગાળો યોગ્ય ન હોવાના મુદ્દે વેપારીઓમાં નારાજગી જોવા મળી રહી છે.
કચ્છમાં આકરી ગરમીથી બજારો વહેલા બંધ થવાથી વેપારીઓ નારાજ, સમયમાં સુધારા કરો - કચ્છ લોકડાઉન
કોરોના મહામારી વચ્ચે લોકડાઉન-4 સાથે આપેલી છૂટછાટમાં બજાર માટે સમયગાળો યોગ્ય ન હોવાના મુદ્દે વેપારીઓમાં નારાજગી જોવા મળી રહી છે.
![કચ્છમાં આકરી ગરમીથી બજારો વહેલા બંધ થવાથી વેપારીઓ નારાજ, સમયમાં સુધારા કરો Markets in Kutch are closed soon due to heatwave](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7310248-885-7310248-1590167140073.jpg)
સરકાર દ્વારા લોકડાઉન-4 વેપારીઓને દુકાન સમયે ઘટાડો કરવામાં આવ્યો છે. સવારે 8 વાગ્યાથી સાંજે ચાર વાગ્યા સુધી દુકાન ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. કચ્છના વેપારીઓ દુકાન સમય વધારવામાં આવે તેવી માંગ કરી છે.
કોરોના મહામારીને પગલે છેલ્લા 2 મહિનાથી દેશમાં લોકડાઉનને કારણે વેપારીઓને મોટું નુકસાન થયું છે. રાજ્ય સરકાર દ્વારા લોકડાઉનમાં છૂટછાટ આપવામાં આવી છે. અગાઉ લોકડાઉન-3 સમય સવારના 8 વાગ્યા લઈને સાંજના 7 વાગ્યા સુધી દુકાન વેપારી ખોલી શકતા હતા. લોકડાઉન-4માં દુકાન સમયે ઘટાડવામાં આવતા વેપારીઓમાં ભારે નારાજગી જોવા મળી છે.
રાજ્ય સરકાર બસ પરિવહન શરૂ કરવામાં આવ્યું છે. જેના કારણે ગામડાના લોકો પણ ખરીદી માટે શહેરમાં આવી રહ્યાં છે. એક બાજુ કચ્છમાં કાળઝાળ ગરમી અનુભવ થઈ રહ્યો છે, જેના કારણે બપોર બાદ લોકો બજારમાં જવાનું ટાળી રહ્યાં છે. વિવિધ વેપારી સંગઠન દ્વારા મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પત્ર લખી દુકાન સમય વધારવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે.TAGGED:
કચ્છ લોકડાઉન