ગુજરાત

gujarat

ETV Bharat / state

23 દિવસના આંશિક નિયંત્રણો બાદ ભુજની બજારો ધમધમી ઊઠી - આંશિક નિયંત્રણો હયાવાયા

હાલ જ્યારે કોરોનાની બીજી લહેર ચાલી રહી છે ત્યારે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ગત 28 એપ્રિલના રોજથી આંશિક નિયંત્રણ જાહેર કરવામાં આવ્યા હતા. જે બાદ કુલ 23 દિવસ પછી સમગ્ર ગુજરાત રાજ્યના 36 શહેરોમાં ખોલવામાં આવ્યું છે અને વેપારીઓએ પોતાના ધંધા-રોજગાર ચાલુ કર્યા છે. સવારના 9થી બપોરના 3 કલાક સુધી વેપારીઓએ પોતાની દુકાનો ખુલી રાખવા માટે છૂટછાટ આપવામાં આવી છે ત્યારે સવારથી જ ભુજમાં વેપારીઓએ પોતાની દુકાન ખોલીને પોતાના ધંધા-રોજગારો શરૂ કર્યા હતા અને બજારમાં પણ નાગરિકો ખરીદી કરવા માટે પણ ઉમટી પડ્યાં હતા. વેપારીઓ સહિત નગરજનો સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક સાથે જોવા મળ્યા હતાં.

23 દિવસના આંશિક નિયંત્રણો બાદ ભુજની બજારો ધમધમી ઊઠી
23 દિવસના આંશિક નિયંત્રણો બાદ ભુજની બજારો ધમધમી ઊઠી

By

Published : May 22, 2021, 5:31 PM IST

  • ભુજની તમામ બજારો ખુલી
  • લોકોની અવરજવરથી માર્ગો ધમધમતા થયા
  • લોકોએ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું કર્યું પાલન

કચ્છઃસરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં આવશ્યક ચીજવસ્તુઓ સિવાય તમામ ધંધા-રોજગાર ઉપર રોક લગાવવામાં આવ્યું હતું. જેને લઇ એક મહિનાથી ભુજના તમામ બજારો બંધ રહેતા માર્ગો સૂમસામ બન્યા હતા. ગત તા.21ને શુક્રવારથી રાજ્ય સરકાર દ્વારા સવારે 9થી 3 કલાક સુધી તમામ ધંધા-રોજગાર કરવા માટેની છૂટ આપતા વેપારીઓમાં આનંદ જોવા મળ્યો છે. એક મહિના બાદ ભુજના બજારો ધમધમતા બન્યા છે.

લોકોની અવરજવરથી માર્ગો ધમધમતા થયા

આ પણ વાંચોઃ આણંદમાં બજારો ખુલ્યાં, કોવિડના ગાઇડલાઇનનું આંશિક પાલન થતું જોવા મળ્યું

લોકો માસ્ક, સોશિયલ ડીસ્ટનસનું પાલન કરતા જોવા મળ્યા

ભુજના તમામ બજારો રાબેતા મુજબ ખુલી જતા એક મહિનાથી સૂમસામ બનેલા માર્ગો લોકોની અવરજવરથી ધમધમી ઉઠ્યા હતા. રાહદારીઓ, વાહનચાલકો તેમજ વેપારીઓ અને ગ્રાહકો પણ માસ્ક સાથે સોશિયલ ડીસ્ટનસનું પાલન કરતા જોવા મળ્યા હતા. ભુજમાં તમામ બજારો ખુલી જતા વેપારીઓમાં આનંદ જોવા મળ્યો હતો. વેપારીઓએ જણાવ્યું હતું કે, છેલ્લા એક મહિનાથી ધંધા-રોજગાર બંધ હતા. જેને લઈને વેપારીઓને મોટું નુકસાન થયું છે પરંતુ હવે સરકારે જે રીતે છુટ આપી છે, તેથી ધીરે -ધીરે હવે ગ્રાહકો આવશે.

23 દિવસના આંશિક નિયંત્રણો બાદ ભુજની બજારો ધમધમી ઊઠી

આ પણ વાંચોઃ આંશિક નિયંત્રણો હટાવાયાઃ 21 મેથી બજાર ફરી ધમધમતા થયા

એક મહિનાથી બંધ રહેલી બજારો ફરી અનલોક થઇ

કોરોના સંક્રમણને અટકાવવા માટે જાહેર કરાયેલા આંશિક નિયંત્રણની અવધિ પુરી થતાં ભુજમાં છેલ્લા એક મહિનાથી બંધ રહેલી બજારો ફરી અનલોક થતાં લોકો આવશ્યક ચીજવસ્તુઓ ખરીદતા જોવા મળ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details