ગુજરાત

gujarat

ETV Bharat / state

22 માર્ચે જનતા કર્ફ્યુ: ભુજ SPએ સહયોગ આપવા કરી અપીલ - સૌરભ તોલંબિયા'

કોરોનાના કહેર વચ્ચે આવતીકાલે સમગ્ર દેશભરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અનુરોધના પગલે જનતા કરફ્યૂ માટે કચ્છના વહીવટીતંત્રએ વિવિધ આયોજન કર્યું છે. આજે કચ્છમાં પોલીસ દ્વારા લોકોને આ જનતા કરફ્યૂમાં જોડાવા માટે અનુરોધ કરાયો હતો.

March 22, Janata Curfew: Bhuj SP appeals for cooperation
22 માર્ચે જનતા કરફ્યૂ: ભુજ SPએ સહયોગ આપવા કરી અપીલ

By

Published : Mar 21, 2020, 7:57 PM IST

Updated : Mar 22, 2020, 7:38 AM IST

કચ્છઃ પશ્ચિમ કચ્છ ભુજ SP સૌરભ તોલંબિયાએ પત્રકારો સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, 22 માર્ચના દિવસે જનતા કરફ્યૂમાં લોકો સ્વેચ્છાએ જોડાય એ અત્યંત જરૂરી છે. પોલીસ વિભાગ લોકોને કલમ 144ની અમલીકરણની અપીલ સાથે લોકો બહાર હશે, તો તેમને પોતાના ઘરે મોકલવામાં આવશે.

આ કામગીરીમાં રોકાયેલા પોલીસ જવાનો માટે તમામ સુવિધા એકત્રીત કરી લેવાઈ છે. ખાસ કરીને તંત્ર દ્વારા અપાયેલી સુચનાઓ અને જાહેરનામાનો લોકો ખાસ અમલ કરે તેનો અનુરોધ કરતાં SPએ કહ્યું હતું કે, જાહેરનામાના અને સૂચનાઓને હળવાશમાં લેનારા લોકો સામે પોલીસ કાયદાકીય પગલાં લેશે.

SPએ સહયોગ આપવા અપીલ કરી
Last Updated : Mar 22, 2020, 7:38 AM IST

ABOUT THE AUTHOR

...view details