- છેલ્લા 15 દિવસમાં કચ્છ જિલ્લામાં 7 બોગસ તબીબો ઝડપાયા
- માનકુવા પોલીસે બે બોગસ તબીબોને ઝડપી પાડ્યા
- બોગસ તબીબો પાસેથી 20,484નો મુદ્દામાલ કબ્જે કરાયો
કચ્છ: છેલ્લા 15 દિવસના સમયગાળામાં પૂર્વ કચ્છમાંથી 4 જેટલા બોગસ ડોકટરો ઝડપાયા હતા ત્યારે હવે પશ્ચિમ કચ્છમાં પણ 3 તબીબો ઝડપાયા છે આમ કુલ મળીને 7 જેટલા બોગસ તબીબો છેલ્લા 15 દિવસોમાં ઝડપાયાં હતા.
કોઈ પણ ડીગ્રી વગર પ્રેક્ટિસ કરતા બોગસ તબીબ ઝડપાયા
ભુજ તાલુકાના સુરજપર ગામમાં દવાખાનું ચલાવતા બે શખ્સ પાસે ડોક્ટરની ડીગ્રી ન હોવા છતાં તે ડોક્ટર તરીકે મેડીકલ પ્રેક્ટિસ કરતા હોવાની બાતમી માનકુવા પોલીસને મળી હતી. પોલીસે સૂરજપર ગામમાં આવેલી નવી ડેરીની બાજુમાં દર્દીઓને એલોપેથીક દવાઓ તથા ઇન્જેક્શન આપવા માટે કોઈ માન્ય ડીગ્રી કે સર્ટિફિકેટ વગર પ્રેક્ટિસ કરતા હોઇ મનીશ ભટ્ટ તથા ચેતન ત્રિપાઠી નામના બંને શખ્સોની અટકાયત કરી હતી.