ગુજરાત

gujarat

ETV Bharat / state

કચ્છની 2 બેઠક પરથી ભાજપના ઉમેદવારોએ નોંધાવી ઉમેદવારી, CMએ વધાર્યો ઉત્સાહ - Gujarat Assembly Election 2022

કચ્છમાં માંડવી (Mandavi BJP Candidate Aniruddh Dave) અને અબડાસા બેઠક પરથી ભાજપના ઉમેદવારોએ (Abdasa seat BJP candidate Pradyumansinh Jadeja) ઉમેદવારી પત્ર ભર્યું હતું. ત્યારે આ પ્રસંગે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ મુખ્યપ્રધાને વિજય સંકલ્પ સમારોહમાં જાહેરસભા (CM Bhupendra Patel Public Meeting in Kutch) પણ સંબોધી હતી.

કચ્છની 2 બેઠક પરથી ભાજપના ઉમેદવારોએ નોંધાવી ઉમેદવારી, CMએ વધાર્યો ઉત્સાહ
કચ્છની 2 બેઠક પરથી ભાજપના ઉમેદવારોએ નોંધાવી ઉમેદવારી, CMએ વધાર્યો ઉત્સાહ

By

Published : Nov 15, 2022, 9:22 AM IST

Updated : Nov 15, 2022, 10:27 AM IST

કચ્છ ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું (Gujarat Assembly Election 2022) કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે. રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) કચ્છમાં આયોજિત 2 વિજય સંકલ્પ સમારોહમાં હાજરી આપી પ્રચાર જંગને ગતિવાન બનાવ્યું હતું. મુખ્યપ્રધાનની વિશેષ ઉપસ્થિતિમાં અબડાસા (Abdasa seat BJP candidate Pradyumansinh Jadeja) અને માંડવી બેઠકના (Mandavi BJP Candidate Aniruddh Dave) ભાજપના ઉમેદવાર વિજયમુહૂર્તમાં પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું.

CMએ સંબોધી જાહેરસભા

વિજય મુહૂર્તમાં ભર્યું ફોર્મ કચ્છની 6 વિધાનસભા બેઠકોની વાત કરવામાં આવે તો, ભાજપે કચ્છની 6 વિધાનસભા બેઠક પૈકી 3માં વર્તમાન ધારાસભ્યોને રિપીટ કર્યા છે. તો 3 બેઠક પર નવા ચહેરાને તક આપવામાં આવી છે. ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે અબડાસા, માંડવી, ભુજ અને અંજાર બેઠકના ભાજપના ઉમેદવારો વિજય મુહૂર્તે પોતાની ઉમેદવારી નોંધાવી હતી.

CMએ સંબોધી જાહેરસભાઅબડાસા બેઠકના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજા (Abdasa seat BJP candidate Pradyumansinh Jadeja) દ્વારા નલિયાના જંગલેશ્વર ગ્રાઉન્ડ અને મુંદરાના કૂકડસર વાડી બસ સ્ટેશન પાછળ મુંદરા ખાતે માંડવી બેઠકના ઉમેદવાર અનિરુદ્ધ દવે (Mandavi BJP Candidate Aniruddh Dave) દ્વારા આયોજિત વિજય સંકલ્પ સમારોહમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે હાજરી આપી જાહેરસભાને (CM Bhupendra Patel Public Meeting in Kutch) સંબોધી પ્રચાર અભિયાનના ભાગરૂપે સ્થાનિક ઉમેદવારોને જંગી બહુમતીથી વિજેતા બનાવવા અપીલ કરી હતી.

મુખ્યપ્રધાને ભાજપના ઉમેદવારોને જંગી બહુમતીથી વિજેતા બનાવવા કરી અપીલમુન્દ્રા અને અબડાસામાં યોજાયેલા વિજય સંકલ્પ સમારોહમાં ભારતીય જનતા પાર્ટીના વિવિધ આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તો અબડાસાના ઉમેદવાર પ્રદ્યુમન સિંહ જાડેજાને (Abdasa seat BJP candidate Pradyumansinh Jadeja) ભાજપ દ્વારા ફરીથી ટિકીટ આપીને રિપીટ કરવામાં આવ્યા છે. જ્યારે માંડવી મુન્દ્રા વિધાનસભા બેઠક પર કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી અનિરુદ્ધ દવેને ટિકીટ આપવામાં આવી છે. માંડવી છે એ અનેક વર્ષોથી ભાજપનું ગઢ રહ્યું છે. તો અબડાસામાં પણ ગત ટર્મથી ભાજપનું શાસન ચાલી રહ્યું છે.

એક નાના કાર્યકર્તાનો ઉત્સાહ વધારવા માટે મુખ્યપ્રધાન ઉપસ્થિત રહ્યાભાજપના ઉમેદવારો અનિરુદ્ધ દવેએ મીડિયા (Mandavi BJP Candidate Aniruddh Dave) સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલનો (CM Bhupendra Patel) ખૂબ આભારી છું. કારણ કે, મારા જેવા એક નાના કાર્યકર્તાનો ઉત્સાહ વધારવા માટે ઉમંગ વધારવા માટે મારું જ્યારે નામાંકન ભરાતું હતું. એ સમયે કાર્યકર્તાઓનું જોશ એટલો વધારવા માટે પ્રથમ જાહેરસભા કરી અને મને આનંદિત કર્યો છે. એટલે હું ધન્યતાની લાગણી અનુભવ છું અને આ માત્રને માત્ર ભારતીય જનતા પાર્ટીમાં જ શક્ય બને છે. ભારતીય જનતા પાર્ટી શિસ્તની પાર્ટી છે અને જે આશિષ્ટ કરે છે એને કાઢી મૂકે છે. કૉંગ્રેસ એને સ્વીકારે તો એમનો આંતરિક વિષય છે.

Last Updated : Nov 15, 2022, 10:27 AM IST

ABOUT THE AUTHOR

...view details