Kutch University Student : કચ્છ : કચ્છ યુનિવર્સિટીના ડીપાર્ટમેન્ટ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટના ફેકલ્ટી ડૉ.કનિષ્ક શાહ, ડૉ. રૂપલ દેસાઈ, ડૉ.શીતલ બાટી, પંકજ સેવક અને સાહિલ ગોર દ્વારા એમબીએના વિદ્યાર્થીઓને જુદાં જુદાં પ્રોજેક્ટ દ્વારા મેનેજમેન્ટના પાઠો શીખવવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે છેલ્લાં 3 દિવસોથી મેનેજમેન્ટ ક્વેસ્ટ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યું છે. જેમાં એમબીએના અંતિમ વર્ષના 10-10 વિદ્યાર્થીઓના એવા 5 ગ્રુપ પસંદ કરવામાં આવ્યા છે અને તેમને પોતાનું બિઝનેસ અને સર્વિસ શરૂ કરી રોકાણથી લઈને નફામાં ભાગ સહિતની પ્રવૃત્તિ કરાવવામાં આવી રહી છે.
મેનેજમેન્ટના જુદાં જુદાં વિષયોનું પ્રેક્ટીકલ જ્ઞાન :સામાન્ય રીતે એમબીએમાં બિઝનેસ મેનેજમેન્ટ, માર્કેટિંગ સ્ટ્રેટેજીસ, ફાઇનાન્સ મેનેજમેન્ટ, હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ વગેરે જેવા વિષયો પર અભ્યાસ કરાવવામાં આવે છે. પરંતુ કચ્છ યુનિવર્સિટીના મેનેજમેન્ટના વિદ્યાર્થીઓને અભ્યાસમાં આવતા તમામ વિષયો માત્ર થીયરીથી નહીં પરંતુ પ્રેક્ટીકલ પ્રોજેક્ટ અને વિવિધ એક્ટિવિટીઝના માધ્યમથી કરાવવામાં આવી રહ્યું છે. જેથી કરીને વિદ્યાર્થીઓ ભવિષ્યમાં કોઈ પણ ક્ષેત્રમાં જોબ અને બિઝનેસ માટે સક્ષમ બની શકે અને ફાઇનાન્સ મેનેજમેન્ટથી લઈને માર્કેટિંગ મેનેજમેન્ટ સુધી તેઓ હેન્ડલ કરી શકે.
"અમારા ડીપાર્ટમેન્ટમાં એમબીએના વિદ્યાર્થીઓ જુદાં જુદાં વિષયો જેવા કે NEIM, strategic management, HR, finanace, marketing નો અભ્યાસ કરતા હોય છે. જેના પ્રેક્ટીકલ જ્ઞાન માટે આ મેનેજમેન્ટ ક્વેસ્ટનું આયોજન કર્યું છે જેમાં 5 ગ્રુપ પસંદ કરવામાં આવ્યા હતા જેમાં વિધાર્થીઓએ બે દિવસ માટે એક બિઝનેસ આઈડિયા વિચારવાનો હોય અને તેને ખરેખર અમલમાં મૂકવાનો હોય." - ડીપાર્ટમેન્ટ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. રૂપલ દેસાઈ
બિઝનેસ આઇડિયાથી લઈને બિઝનેસ એક્ઝિક્યુસન :"વિધાર્થીના જુદાં જુદાં 5 ગ્રુપ દ્વારા 5 અલગ અલગ બિઝનેસ આઈડિયા પસંદ કરવામાં આવ્યા હતા. આ બિઝનેસ શરૂ કરવા માટે વિવિધ ફંડની જરૂર પડે છે જેના માટે વિદ્યાર્થીઓ દ્વારા પોતાના બિઝનેસના IPO બહાર પાડવામાં આવ્યા હતા જેના એક શેરનું નોમીનલ ચાર્જ 20 રૂપિયા જેટલું હતું જેમાં જુદાં જુદાં બિઝનેસ આઈડિયામાં રોકાણકારોએ રોકાણ કર્યું હતું અને વિધાર્થીઓએ પોતાના બિઝનેસ માટે ફંડ એકત્રિત કરું હતું. ઉપરાંત તેમને પોતે પણ owner's capital ભેગી કરી અને સાથે જ લોન સ્વરૂપે ડીપાર્ટમેન્ટના ફેકલ્ટી પાસેથી પણ રોકાણ મેળવ્યું હતું. આ રીતે બિઝનેસ આઇડિયાથી લઈને બિઝનેસ એક્ઝિક્યુસન કર્યું હતું."
જાણો 5 જુદાં જુદાં બિઝનેસ વિશે :5 જુદાં જુદાં બિઝનેસની વાત કરવામાં આવે તો એક ગ્રુપ દ્વારા નારિયેળની કાંચલીમાંથી વાટકા, કપ, ચમચી, રસોઈના અન્ય સાધનો તેમજ પક્ષીઘર વગેરે વસ્તુઓ બનાવીને બિઝનેસ કરે છે, બીજા ગ્રુપ દ્વારા ગોબરમાંથી વિવિધ પ્રોડક્ટ બનાવવામાં આવી રહી છે જેમાં સિડબોલ, રાખડી, એન્ટી રેડિયેશન ચિપ, ગણપતિ, ધૂપબતી જેવી પ્રોડક્ટ્સ બનાવીને બિઝનેસ કરવામાં આવી રહ્યો છે. ત્રીજા ગ્રુપ દ્વારા વેસ્ટ લાકડીઓમાંથી ફોટોફ્રેમ, કી હોલ્ડર જેવી પ્રોડક્ટ્સ બનાવીને બિઝનેસ શરૂ કરવામાં આવ્યો છે. ચોથા ગ્રુપ દ્વારા કાપડ અને મીરરવર્કની હસ્તકળા વડે વિવિધ જ્વેલરી પ્રોડક્ટ્સ બનાવવામાં આવી છે અને તેનું બિઝનેસ કરવામાં આવી રહ્યું છે. જ્યારે પાંચમા ગ્રુપ દ્વારા સર્વિસ પસંદ કરીને વિવિધ પાંચ પ્રકારની ગેમ રમાડવામાં આવે છે અને એન્ટરટેનમેન્ટ ક્ષેત્રમાં સર્વિસ આપવામાં આવી રહી છે.
IPO બહાર પાડી રોકાણકારો લાવ્યા અને આપ્યું વળતર :આ પાંચેય ગ્રુપ દ્વારા 1 દિવસ યુનિવર્સિટીના કેમ્પસમાં બિઝનેસ કરવામાં આવ્યું હતું તો બીજા દિવસે જાહેર બજારમાં આ બિઝનેસ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ઓનલાઇન મારફતે પણ પોતાની પ્રોડક્ટ્સનું વેંચાણ કર્યું હતું. 3 દિવસ બિઝનેસ એક્ઝિક્યુસન પૂર્ણ થાય ત્યાર બાદ તેમનું evolution criteria માટે આ તમામ 5 ગ્રુપના સેલ્સ, નફો, કંઈ રીતે તેમણે બિઝનેસ ચલાવ્યું તે તેમજ તેમના બિઝનેસમાં રોકાણકારોએ કરેલ રોકાણ પણ તેઓને મળેલ વળતરના પ્રમાણ પર અને બિઝનેસ એથીક્સ પર કેટલું તેઓ ચાલ્યા તેના પરથી શ્રેષ્ઠ બિઝનેસ મેનેજમેન્ટ નક્કી કરવામાં આવશે.
" ગોબરમાંથી વિવિધ પ્રોડક્ટ્સ બનાવીને ગૌશ્રી નામથી અમે બિઝનેસ શરૂ કર્યું હતું. પ્રોજેક્ટ એક્ટિવિટીના ભાગરૂપે IPO બહાર પાડ્યું હતું. જેમાં અમારા બિઝનેસ માટે અમને 55 જેટલા રોકાણકારો મળ્યા હતા જેમને અમે નફામાંથી 45 ટકા જેટલું વળતર આપશું અને બાકીનો જે નફો વધશે તે પણ અને ગૌસેવા માટે દાનમાં આપીશું. આ એક્ટિવિટીના લીધે ઘણું બિઝનેસ ચલાવવા માટે પ્રેક્ટીકલ જ્ઞાન મળ્યું." - પલક મહેતા, વિદ્યાર્થી
- Rakhdi Artist of Bhuj- : ભુજની રાખડી આર્ટિસ્ટ યુવતીએ અભ્યાસની સ્કીલથી રેસિન આર્ટ બિઝનેસ જમાવ્યો, રાખડીઓની નવીનતા જૂઓ
- Geographical Diversity in Kutch : ભુજમાં પાણીના ઘર્ષણના કારણે પથ્થરમાં નંદી મહારાજ જેવી કૃતિ સર્જાઈ