ગુજરાત

gujarat

ETV Bharat / state

કચ્છ જખૌ બંદર પર માછીમારોના ચૂંટણીકાર્ડ બનાવવા તંત્ર દ્વારા સર્વેની કામગીરી યોજાઈ - Linking Election Card with Aadhaar Card

ગુજરાતમાં આગામી સમયમાં વિધાનસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે. ચૂંટણીપંચ દ્વારા મતદારયાદી સુધારણા કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં જખૌ બંદર પર રહેતા માછીમારો મતદારયાદીમાં નામ નોંધાવે તે માટે તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તંત્ર દ્વારા છેવાડાના બંદર વિસ્તારમાં રહેતા માછીમારોની નોંધણી કરવાની પ્રશંનીય કામગીરી કરવામાં આવી છે. Gujarat Assembly Election 2022, Election Commission, Jakhou Port Kutch

કચ્છ જખૌ બંદર પર માછીમારોના ચૂંટણીકાર્ડ બનાવવા તંત્ર દ્વારા સર્વેની કામગીરી યોજાઈ
કચ્છ જખૌ બંદર પર માછીમારોના ચૂંટણીકાર્ડ બનાવવા તંત્ર દ્વારા સર્વેની કામગીરી યોજાઈ

By

Published : Sep 8, 2022, 4:15 PM IST

કચ્છ તાજેતરમાં ભારતીય ચૂંટણીપંચ દ્વારા મતદારયાદી ખાસ (Election Commission)સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ 2022 જાહેર કરવામાં આવ્યો છે. જે અન્વયે કોઈ ૫ણ મતદાર મત આ૫વાથી વંચિત ન રહી જાય તે માટે વહીવટી તંત્ર દ્વારા ઝુંબેશ સ્વરૂપે કામગીરી(election cards of fishermen ) કરવામાં આવી રહી છે. અબડાસા તાલુકાના દરિયાઈ વિસ્તારમાં આવેલા મતદાન મથક જખૌ સોલ્ટમાં (Kutch Jakhou Port)સમાવિષ્ટ જખૌ બંદરના તમામ માછીમારોના મતદાર યાદીમાં નામ દાખલ કરી ચૂંટણીકાર્ડ બનાવવા, નામ કમી કરાવવા, સુધારા કરાવવા ઝુંબેશ સ્વરૂપે કામગીરી હાથ ધરવામાં આવી હતી.

માછીમારોને ચૂંટણીકાર્ડને આધારકાર્ડ સાથે લીંકભારતીય ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવેલ નવા સુધારા મુજબ ચૂંટણીકાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરવાનું રહે છે. જે મુજબ જખૌ બંદર પર રહેતા માછીમારોને ચૂંટણીકાર્ડને આધારકાર્ડ સાથે લીંક કરવા બાબતે હાઉસ ટુ હાઉસ માર્ગદર્શન આ૫વામાં આવ્યું હતું. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર કચ્છ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી, તથા 01 અબડાસા વિધાનસભા મત વિસ્તારના પ્રાંત અધિકારી, તથા મામલતદારની સૂચનાઓ અને માર્ગદર્શન હેઠળ જખૌ બંદર ખાતે નાયબ મામલતદાર મતદારયાદી, રેવન્યુ તલાટી તેમજ બુથ લેવલ ઓફીસર દ્વારા સંયુક્ત રીતે સર્વેની કામગીરી કરવામાં આવી હતી.

માછીમારો પ્રોત્સાહિત કરવામાં આવ્યાજખૌ બંદર ખાતે રહેતામાછીમારો મતદારયાદીમાં નામ નોંધાવે તે માટે તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.આમ જિલ્લા તથા તાલુકા વહીવટી તંત્ર દ્વારા છેવાડાના બંદર વિસ્તારમાં રહેતા માછીમારોની નોંધણી કરવાની પ્રશંનીય કામગીરી કરવામાં આવી છે. તમામ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે ચૂંટણીપંચ અત્યારથી જ સક્રિય બન્યું છે.

ABOUT THE AUTHOR

...view details