દોરીમાં લાલ કિલ્લા, ગ્લાઇન્ડરની નવી વેરાયટીઓ ભુજઉત્તરાયણને હવે 2 દિવસ બાકી છે. ત્યારે કચ્છના મુખ્ય મથક ભુજમાં પતંગ અને દોરીના વેચાણમાં ઉતાર ચડાવ જોવા મળી રહ્યો છે. જોકે, ભુજના વેપારીઓને વિશ્વાસ છે કે, ઉતરાયણના આગલા દિવસે સારી ઘરાકી મળશે. ભુજની બજારમાં અત્યારે તો લે અવનવા પતંગ અને દોરીની પતંગરસિયાઓ મનભરીને ખરીદી કરી રહ્યા છે. આ વખતે મોટા પતંગની પણ ભારે માગ જોવા મળી રહી છે. આ ઉપરાંત ચીલ, ફુમ્મક, ઘેરા, ચાંદ સહિતનાં પતંગોની પણ પતંગ રસિયાઓ ખરીદી કરી રહ્યા છે. જ્યારે દોરામાં બરેલીની ફિરકી આ વખતે પણ પતંગ રસિયાઓમાં હોટ ફેવરિટ જોવા મળી રહી છે.
આ પણ વાંચોજાણો કેવી રીતે બને છે પતંગ?: રંગબેરંગી પતંગ બનાવતા લાગે છે 10 મિનિટનો સમય
દોરીમાં લાલ કિલ્લા, ગ્લાઇન્ડરની નવી વેરાયટીઓસામાન્ય રીતે શહેરી વિસ્તારોમાં પતંગરસિયાઓ કાગળના પતંગ ઉડાડવાનું વધુ પસંદ કરતા હોય છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં આજે પણ પ્લાસ્ટિકના પતંગની વધારે માગ જોવા મળી રહી છે. તેમાં મુખ્યત્વે ઝાલર પ્રિન્ટ, છોટા ભીમ, ઈગલ, ખંભાતની પતંગની વધુ માગ છે. જ્યારે દોરીમાં લાલ કિલ્લા, ગ્લાઈન્ડર તેમ જ કમાન્ડ જેવી દોરીની રિટેલ વેપારીઓમાં માગ વધુ જોવા મળી રહી છે.
વેપારીઓમાં ખુશીનો માહોલજોકે, આ વખતે પતંગ-દોરાના ભાવમાં 20 ટકા જેટલો વધારો જોવા મળી રહ્યો છે. તેમ છતાં પણ ભાવને અગવણીને પણ ભુજની પતંગ બજારમાં સારી એવી ઘરાકી જોવા મળી રહી છે. આના કારણે આ વખતે સીઝનેબલ પતંગ-દોરાનું વેચાણ કરતા દુકાનદારો માટે ઉત્તરાયણ સારી રહેવાની આશા છે.
આ પણ વાંચોMakar Sankranti 2023: પક્ષી બચાવવા માટેનું કરુણા અભિયાન, 8000 સ્વયંસેવકો ખડેપગે
કિન્યા બાંધેલા પતંગોની માગ વધીમકરસંક્રાંતિ પર્વની ઉજવણી માટે રંગબેરંગી પતંગોથી ભુજની બજારો સજ્જ બની છે. ક્ચ્છ અને ખાસ કરીને ગુજરાતીઓના માનીતા તહેવાર ઉત્તરાયણના પર્વને લઈને કચ્છની બજારોમાં ઠેર ઠેર રંગબેરંગી પતંગો, નાના પતંગો, ફેન્સી માસ્ક, સોલાર કેપ, બ્યૂગ્લ, ગુબ્બારા સહિતની વસ્તુઓની માગ પણ વધી છે. વેરાયટીમાં આ વખતે અવનવા કાપડના પતંગો આવ્યા છે. તો કિન્યા બાંધેલા પતંગોની માગ પણ વધી છે. બીજી તરફ આ વખતે 3 કિલો વજનનો મોટો ફીરકો પણ બજારમાં આવ્યો છે. નાના બાળકો માટે અવનવી પ્રિન્ટવાળા કાર્ટૂનવાળા પતંગો આવ્યા છે.
બરેલીની દોરની માંગ ધુમ્મસના કારણે અપૂર્ણછેલ્લા 35 વર્ષોથી પતંગ અને દોરનો વેપાર કરતા પરેશ ઠક્કરે જણાવ્યું હતું કે, 35 વર્ષોનો અનુભવ છે કે, ભુજની જનતા ઉતરાયણની પહેલાના 2 દિવસોમાં જ ખરીદી કરવા ઉમટે છે. ઉપરાંત દોરીની વાત કરીએ તો, ખાસ કરીને બરેલીની દોરની માગ હોય છે, પરંતુ આ વખતે ધુમ્મસ હોવાના કારણે દોરનો જથ્થો પૂરતા પ્રમાણમાં નથી આવ્યું. તેની જગ્યાએ નવતર પાંડા તેમ જ લાલ કિલ્લા જેવી દોરની માગ પણ વધી છે. જોકે, આ વખતે તમામ દોરીની કિંમતમાં 10થી 15 ટકા વધારો આવ્યો છે.
ચાઇનીઝ દોરનું વેંચાણ કરવું ગેરવ્યાજબીઅન્ય વેપારી પૂજન ધિરાવાણીએ જણાવ્યું હતું કે, હાલ તો બજારમાં મંદીનો માહોલ છે. વિદ્યાર્થીઓની પરીક્ષા ચાલી રહી છે. એટલે ઉતરાયણના આગલા દિવસે સારી ઘરાકી જોવા મળશે તેવી આશા છે. તો દુકાન પર ચાઇનીઝ દોરીનું વેચાણ પણ નથી કરવામાં આવતું. ચાઇનીઝ દોરીના કારણે અબોલ પક્ષીઓ તેમ જ મનુષ્યોના જીવને પણ ખતરો હોય છે માટે એ વસ્તુનો વેચાણ કરવું વ્યાજબી નથી.