ગુજરાત

gujarat

ETV Bharat / state

રબારી સમાજના યુવાનની હત્યામાં ન્યાય માટે મૌન રેલીનું કરવામાં આવ્યું આયોજન - ભુજ પ્રાંત અધિકારી

ભુજ તાલુકાના માધાપર ગામે લોહાણા સમાજવાડીમાં 20 વર્ષીય રબારી સમાજના યુવકની સુલેમાન સમા નામના શખ્સે છરીના ઘા મારીને હત્યા કરી હતી. આજે રબારી સમાજ ન્યાયની માંગ સાથે દોઢ કિમી લાંબી રેલી યોજી હતી. આ બાબતે કલેક્ટરને અને અને પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર પણ અપાયું હતું. Silent rally organized Rabari Samaj Madhapar Kutch, Bhuj Madhapar Village, Bhuj Lohana Samajwadi

રબારી સમાજના યુવાનની હત્યામાં ન્યાય માટે મૌન રેલીનું કરવામાં આવ્યું આયોજન
રબારી સમાજના યુવાનની હત્યામાં ન્યાય માટે મૌન રેલીનું કરવામાં આવ્યું આયોજન

By

Published : Sep 1, 2022, 9:35 PM IST

કચ્છભુજ તાલુકાના માધાપર ગામે (Bhuj Madhapar Village) લોહાણા સમાજવાડીમાં (Bhuj Lohana Samajwadi) ગત 26મીએ બપોરે પરેશ રાણા રબારી નામના 20 વર્ષીય યુવકની સુલેમાન સમા નામના શખ્સે છરીના ઘા મારીને હત્યા નિપજાવી હતી. આજે રબારી સમાજ દ્વારા ન્યાય અપાવવાની માંગ (Rabari Society Demand for Justice) સાથે ભુજમાં દોઢ કિમી લાંબી મૌન રેલી યોજાઈ (Silent rally organized Rabari Samaj Madhapar Kutch) હતી. જેમાં હજારો લોકો જોડાયા હતા. કચ્છ કલેક્ટર અને પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ વડાને (West Kutch District Superintendent of Police) આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

ગત 26મીએ બપોરે પરેશ રાણા રબારી નામના 20 વર્ષીય યુવકની સુલેમાન સમા નામના શખ્સે છરીના ઘા મારીને હત્યા નિપજાવી હતી.

ફરિયાદીનો ખોટી ફરિયાદ20 વર્ષીય યુવાનની થયેલી હત્યા અંગે માધાપર પોલીસમાં (Bhuj Taluka Madhapar Police) હતભાગીના ભાઈ કમલેશ રાણા રબારીએ ફરિયાદ દાખલ કરાવી હતી. હત્યાના બનાવમાં ફરિયાદીનો કેસ નબળો પડે તેવા ઈરાદા સાથે અમુક વ્યક્તિઓ દ્વારા 15થી 20 વ્યક્તિના નામજોગ અને 60 લોકોના ટોળા સામે કલમો હેઠળ જે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તેમાં દર્શાવેલ હકીકત ખોટી છે. ફરિયાદમાં જે સમય બતાવ્યો ત્યારે સમાજના ભાઈઓ પરેશની અંતિમવિધિ માટે સ્મશાનમાં હતા. ત્યાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવેલો હતો, જેથી ટોળા દ્વારા હુમલો ન થાય. તેવું રબારી સમાજના અગ્રણીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું.

માધાપર પોલીસમાં હતભાગીના ભાઈ કમલેશ રાણા રબારીએ ફરિયાદ દાખલ કરાવી હતી.

આ પણ વાંચોતાપી : કેરીના વેપારીએ ઉચ્છલ પોલીસમાં લૂંટની ખોટી ફરિયાદ આપી

મસ્જિદમાં નુકસાન પાછળ રબારી સમાજનો કોઈ હાથ નથીમર્ડર કેસને (Bhuj Rabari Boy Murder Case) નબળો પાડવા અમુક વ્યક્તિઓ દ્વારા તોડફોડ કરાઈ હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. મસ્જિદમાં નુકસાન પાછળ રબારી સમાજનો કોઈ હાથ નથી. જેથી ખોટી ફરિયાદ કરવામાં આવી હોવાનું જણાવી નિર્દોષ વ્યક્તિના નામ ફરિયાદમાંથી દૂર કરવા જણાવાયું છે. આ સિવાય અગાઉ સામજીયારા, ભુજોડી, મખણા, લૈયારી, ટગામાં રબારી સમાજના વ્યક્તિઓની હત્યા કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. જેનાથી સમાજમાં ડર અને દહેશત બેસાડવાનો પ્રયાસ કરવામાં આવતો હોવાનું પણ આવેદનપત્રમાં જણાવ્યું છે.

26મીએ બપોરે પરેશ રાણા રબારી નામના 20 વર્ષિય યુવકની સુલેમાન સમા નામના ઈસમે છરીનો ઘા મારીને હત્યા નિપજાવી હતી.

અપમાનના બદલામાં યુવાનની હત્યાઆ કેસમાં સુલેમાનની અટકાયત કરવામાં આવી છે, પરંતુ ભેજાબાજ બે વ્યક્તિઓની સામે કાર્યવાહી થઈ નથી. આ બનાવ પાછળનું કારણ સ્પષ્ટ કરતા સમાજના અગ્રણીઓએ જણાવ્યું હતું કે, આ કેસ પાછળ સાચું કારણ થોડા વર્ષો પૂર્વે રબારી સમાજની મહિલાની છેડતી કરી હતી. તે સમયે તે વ્યક્તિને પાઠ ભણાવ્યો હતો. જે અપમાનના બદલા સ્વરૂપે યુવાનની હત્યા કરાઈ હોવાની માહિતી કચ્છ રબારી ભરવાડ સમાજ દ્વારા આવેદનપત્રમાં જણાવી છે.

આ પણ વાંચોજુગારમાં રૂપિયા હારી લુંટનો પ્લાન બનાવી પોલીસ સ્ટેશનમાં ખોટી ફરિયાદ નોંધાવી, જાણો પછી શું થયું

રાજ્યની CIDને સમગ્ર તપાસ સોંપીહત્યાના દિવસથી આજ સુધીના અઠવાડિયામાં જૂની અદાવતમાં બનાવ બન્યો છે તે જ સામે આવી રહ્યું છે. જેના કારણે સમગ્ર તપાસ પશ્ચિમ કચ્છ પોલીસ પાસેથી આંચકી લઈને રાજ્યની CID ક્રાઈમને સોંપવામાં આવી છે. પશ્ચિમ કચ્છ SPને આવેદનપત્ર આપતી વખતે ભુજ પ્રાંત અધિકારી (Bhuj Provincial Officer) અતિરાગ ચાપલોત, DYSP પંચાલ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. આવેદનપત્ર પહેલા ગણેશનગરમાં સભા મળી હતી. આ આવેદન વેળાએ રબારી ભરવાડ સમાજના હિરાભાઈ રબારી, અરજણ રબારી, જેમલ રબારી, વેરશી રાણા, બચુ હિરા, બુધા રાણા, થાવર સુરા, કરણ ભોજરાજ, રાયમલ રબારી, લખુ ડી. રબારી, સોના દેવા રબારી, વેલજી કરમશી રબારી, નાનજી ગોકુળ, બાબુ, આશા રામા સહિતના સમાજના આગેવાનો જોડાયા હતા.

ABOUT THE AUTHOR

...view details