કચ્છઃ જિલ્લામાં લમ્પી સ્કીન ડીસીઝનો કહેર મોટા પ્રમાણમાં વધી ગયો છે. દિવસેને દિવસે સ્થિતિ વણસી રહી છે. ગાયની હાલત કથળતી જાય છે. આ રોગ હવે બેકાબુ થઇ ગયો હોય તે રીતે જિલ્લામાં ફેલાઇ (Animal death from lumpy )ગયો છે. આ રોગના લીધે (Lumpy virus)અનેક પશુપાલકોએ પોતાના પશુ ખોયા છે અને પશુપાલકો પાયમાલ થયા છે. કોંગ્રેસ દ્વારા(Gujarat Congress)પશુદીઠ મૃત્યુ સહાય આપવા તથા પાંજરાપોળોની ચડત રકમ ત્વરિત મળે તે માટે લડત ચલાવવામાં આવી રહી છે.
પશુપાલકોએ પોતાના પશુઓને ખોયા -જિલ્લામાં લમ્પી વાયરસ કારણે અનેક પશુપાલકોએ પોતાના પશુઓને ખોયા છે અને આર્થિક રીતે પણ પાયમાલ થયા છે. સરકારે હાલમાં પશુદીઠ મૃત્યુ (Lumpy virus symptoms )સહાય આપવા કોઈ પણ જાતની વિચારણા નથી કરી. જિલ્લા કોંગ્રેસ પક્ષ દ્વારા હાલમાં લમ્પી રોગથી જે પશુપાલકોના પશુઓ મૃત્યુ પામેલ હોય તે અંગેના માહિતી-ફોર્મની વિગતો સ્થાનીક તાલુકા કોંગ્રેસ પ્રમુખો, આગેવાનો અને કાર્યકરોને મોકલવા પશુપાલકો તથા ગૌશાળા, પાંજરાપોળ સંચાલકોને અનુરોધ કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસ પક્ષ સ્ટેટ ડિઝાસ્ટર રીલીફ ફંડમાંથી પશુદીઠ મૃત્યુ સહાય આપવા તથા પાંજરાપોળોની ચડત રકમ ત્વરિત મળે તે માટે લડત ચલાવશે તેવું કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુર્વેન્દ્રસિંહ જાડેજા એ જણાવ્યું હતું.
આ પણ વાંચોઃરસી આપ્યા બાદ પણ ગાયોમાં લમ્પી, પશુપાલકોમાં ડરનો માહોલ
લમ્પી રોગના કારણે પશુના મોત -કચ્છ જિલ્લામાં લમ્પી રોગના પરિણામે હજારો પશુઓ મૃત્યુ થયા છે. તેનાં જાત નિરીક્ષણ અને જીરો ગ્રાઉન્ડ પર માહિતી મેળવવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર , ગુજરાત કોંગ્રેસ ઝોનલ ઇન્ચાર્જ રામકીશન ઓઝા તથા ગુજરાત પ્રદેશ કિશાન સેલ ચેરમેન પાલ આંબલીયા તથા કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુર્વેન્દ્રસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં પ્રવાસ દરમિયાન મળેલ આદેશાનુસાર સમગ્ર કચ્છ જિલ્લાનાં મૃત્યુ પામેલ પશુઓનો સાચો આંકડો પ્રાપ્ત થાય તે માટે માહિતી- ફોર્મ દ્વારા સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું છે.