- ગોસ્વામી સમાજની દીકરી લવજેહાદના કિસ્સાનો ભોગ બની
- પોતાના જ ગામનો વિધર્મી યુવક અપહરણ કરીને ભગાડી ગયો
- દશનામ ગોસ્વામી હિતરક્ષક મંડળ સમાજ દ્વારા રજૂઆત કરવામાં આવી
કચ્છ :ભુજ તાલુકાના નારાણપર ગામની ગોસ્વામી સમાજની હિન્દુ દીકરીને ગામના જ વિધર્મી યુવક દ્વારા હિન્દુ સમાજની દીકરીને લલચાવી ફોસલાવીને લવજેહાદના કિસ્સામાં ભોગ બનાવવામાં આવી હતી. દીકરીને નારાણપર ગામથી અપહરણ કરીને ભગાડી જવામાં આવી હતી. આ કિસ્સામાં નારાણપર ગામના રહેવાસી, એક અન્ય યુવક તેમજ ગુનેગાર શખ્સના પિતા અને તેના મોટો ભાઈનો પણ સમાવેશ છે અને તે જ ગામના એક વિધર્મી યુવકનો પણ સમાવેશ છે.
આ પણ વાંચો :જૂનાગઢમાં કથિત લવ જેહાદના કિસ્સાના વિરોધમાં હિન્દુ સંગઠનોમાં રોષ
કિસ્સામાં સમાવિષ્ટ તમામ લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી
અપહરણ થયેલી ગોસ્વામી સમાજની દીકરીના પરિવાર દ્વારા માનકુવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવામાં આવી હતી. આ કિસ્સામાં જે પણ લોકોનો સમાવેશ છે, તે તમામના નામો પણ પોલીસ ફરિયાદમાં નોંધાવવામાં આવ્યા હતા.