ગુજરાત

gujarat

ETV Bharat / state

ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવી મર્ડર મિસ્ટ્રી, પ્રેમી પંખીડાએ સાથે રહેવા માટે પ્લાન બનાવી વૃદ્ધાની હત્યા કરી, વાંચો સમગ્ર મામલો - વાંચો સમગ્ર મામલો

કચ્છના ભચાઉ વિસ્તારમાંથી ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવી મર્ડર મિસ્ટ્રીની ઘટના સામે આવી છે. પ્રેમી પંખીડાએ સાથે રહેવા માટે પ્લાન બનાવી વૃધ્ધાની હત્યા કરી નાખી હતી. જોકે આ મામલે પોલીસે ગણતરીના જ કલાકોમાં બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા.

love-bird-made-a-plan-to-live-together-and-killed-the-old-woman-in-kutch-bachau
love-bird-made-a-plan-to-live-together-and-killed-the-old-woman-in-kutch-bachau

By ETV Bharat Gujarati Team

Published : Nov 5, 2023, 8:52 PM IST

કચ્છ: પૂર્વ કચ્છના ભચાઉના માંડવીવાસ વિસ્તારમાં એકલા રહેતા વૃદ્ધ મહિલાના ભેદી રીતે ગુમ થવાનો મામલે તેનો મૃતદેહ મળ્યા બાદ હત્યા કરનાર બે આરોપીને પોલીસે પકડી લીધા છે. વૃદ્ધ મહિલાની ઠંડા કલેજે હત્યા કરી નાંખનાર ભચાઉના વોંધડા ગામના પ્રેમી પંખીડા પોલીસના સકંજામાં આવી ગયા છે અને બંને એ જ હત્યા કરી હોવાની કબુલાત પણ કરી છે. જો કે હત્યા પાછળનું કારણ સાથે રહેવા માટે આખુ કાવતરું ઘડયા હોવાનું સામે આવ્યું છે.

ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવી મર્ડર મિસ્ટ્રી

મહિલા અચાનક ગુમ:ભચાઉ પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી મુજબ ભચાઉના માંડવીવાસ વિસ્તારમાં એકલા રહેતા જેઠીબેન આંણદજી ગાલા શુક્રવારે અચાનક ગુમ થઇ ગયા હતા. તેમના પડોસમાં રહેતા ધરમસી સતરાએ આ અંગે પોલીસને જાણ કરી હતી અને ત્યારથીજ પોલીસે તપાસ શરૂ કરી દીધી હતી. સમાજના આગેવાનો અને સ્થાનીક લોકોએ પણ પોલીસ સમક્ષ ઝડપી તપાસ કરવાની માંગ કરી હતી. તપાસ દરમિયાન જ વૃધ્ધના ઘર નજીકના સી.સી.ટી.વીમાં શંકાસ્પદ ગતિવિધિ જોવા મળી હતી જેમાં એક અજાણ્યો શખ્સ ભરી બેગ ધસડીને લઇ ગયો હોય તે જોવા મળ્યું હતું. જેને ધ્યાનમાં રાખીને પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી હતી.

પ્રેમી પંખીડાએ સાથે રહેવા માટે પ્લાન બનાવી વૃદ્ધાની હત્યા કરી

પ્રેમી પંખીડાઓએ ભેગા મળીને કરી હત્યા: આ કેસમાં ગત રોજ 80 વર્ષીય વૃદ્ધાનો મૃતદેહ ભચાઉની એક બંધ દુકાનમાં સુટકેસમાં મળી આવ્યો હતો જેની ઓળખ થયા બાદ તપાસ કરી પોલીસે ગણતરીની કલાકોમાં હત્યા કરનાર પ્રેમી પંખીડાને ઝડપી પાડ્યા છે. ભચાઉના વોંધડા ગામના યુવક-યુવતી કૌટુંબીક સંબંધી થાય છે પરંતુ બન્ને પ્રેમમાં હતા અને સાથે રહેવા માટે આ કાવતરું ઘડી અને વૃદ્ધાની હત્યા કરી હોવાની કબુલાત કરી છે.

સાથે રહેવા માટે હત્યાનો ઘડ્યો પ્લાન: હત્યા કરનાર ઝડપાયેલ યુવક રાજુ ગણેશ છાંગા તથા રાધીકા વેરશી છાંગા કૌટુબીંક સગા થાય છે પરંતુ બન્ને એકબીજાના પ્રેમમાં હતા પરંતુ ભાગી જાય તો પરિવાર શોધી લે જેથી યુવક-યુવતીએ સાથે મળી યુવતી મરી જાય તેવુ સાબિત કરવા આ સમગ્ર પ્લાન ઘડ્યો હતો. તેથી ભચાઉના માંડવી વિસ્તારમાં જેઠીબેન એકલા રહે છે જેથી તેની લાશને બાળી યુવતી તરીકે ખપાવી ભાગી જવાનો પ્લાન બનાવ્યો પરંતુ જે દુકાનમાં લાશ રાખી હતી ત્યાની ખબર પોલીસને પડતા આખો પ્લાન ફેલ થઇ ગયો હતો. પોલીસે બન્નેની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.

અગાઉ પણ ઘડ્યો હતો પ્લાન:ઉલ્લેખનીય છે કે પ્રેમને પામવા માટે વૃદ્ધાની હત્યા પહેલા પણ પ્રેમી પંખીડાએ એક પ્લાન બનાવ્યો હતો. જેમાં સામખીયાળી નજીક એક કબ્રસ્તાનમાંથી હાડકા એકત્ર કરવાનો પ્રયત્ન કરી તે યુવતીના હોવાનો દર્શાવવા માટે પ્રયત્ન કરવામાં આવ્યો હતો. જેથી કૌટુબીંક સંબધી યુવતીને મૃત જાહેર કરી બન્ને ભાગી શકે અને સાથે રહી શકે પરંતુ તે પ્લાન પણ નિષ્ફળ ગયો હતો.

170 થી વધુ સી.સી.ટી.વી રેકોર્ડીંગ તપાસ્યા

170 થી વધુ સી.સી.ટી.વી રેકોર્ડીંગ તપાસ્યા:વૃદ્ધ મહિલાના હત્યા કેસનો ભેદ ઉકેલવામાં પોલીસને સી.સી.ટી.વી ખુબ મદદરૂપ રહ્યા હતા. મૃતક વૃદ્ધાના ઘર નજીક લાગેલા જાગૃત નાગરીકના સી.સી.ટી.વીમાં આખી ઘટના કેદ થઇ અને ત્યાર બાદ પોલીસે તપાસ દરમ્યાન 2200 કલાકના 170 થી વધુ સી.સી.ટી.વી રેકોર્ડીંગ તપાસ્યા હતા. પોલીસે આ કેસ ઉકેલવા માટે 10 ટીમ બનાવી બનાવનો ભેદ ઉકેલ્યો હતો. ઉલ્લેખનીય છે કે પોલીસે રાપર-ભચાઉમાં લોકભાગીદારીથી અલગ-અલગ સી.સી.ટી.વી લગાવી સર્વેલન્સ મજબુત કરવાનો પ્રયાસ પણ કર્યો હતો.

ગુનો નોંધાયો:જૈન સમાજના મૃત પામેલ વૃદ્ધ મહિલાના મોતને કારણે સમગ્ર કચ્છ સહિત મુંબઇમાં પણ ધટનાના ધેરા પ્રત્યાધાત પડ્યા હતા. જો કે પોલીસે વિવિધ ટીમો બનાવીને ગણતરીના સમયમાં આ હત્યાનો ભેદ ઉકેલી નાંખ્યો છે. ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવી આ મર્ડર મિસ્ટ્રીના આરોપી તો પકડાઇ ગયા છે પરંતુ હત્યાનુ કારણ કે જેમાં સમાજના ડરે લગ્ન ન કરી શકનાર કૌટુબીંક સંબધીએ સાથે રહેવા પ્લાન તો બનાવ્યો પરંતુ તેમાં એક વૃધ્ધાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. બન્ને આરોપીઓ સામે ઇ.પી.કો કલમ 302, 457 મુજબનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

  1. Bharuch Crime : અંકલેશ્વર કોથળામાં બાંધેલી મળી આવેલી યુવતીની હત્યાનો મામલો, આરોપી સોહમ ગંગવાનીની ધરપકડ
  2. Surat News : સુરત નવી સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોકટરે બીજા ડોકટરની નજર સામે આપઘાતનો પ્રયાસ કર્યો

ABOUT THE AUTHOR

...view details