ગુજરાત

gujarat

ETV Bharat / state

કચ્છના 2022ના ટોપ 5 ક્રાઈમ સમાચારો, જેણે મચાવી ભારે હલચલ

2022નું વર્ષ ( Look Back 2022 ) ગુનાખોરીની દ્રષ્ટિએ કચ્છ માટે ગાજવીજભર્યું (Year Ender 2022 Crime )બની રહ્યું. મોટાપાયે ડ્રગ્ઝ પકડાવાના કેસ ( Drug seized in Kutch ), પાકિસ્તાની ઘૂસણખોરી, જેન્તી ભાનુશાળી હત્યા કેસની કાર્યવાહી સહિતના અનેક ક્રાઇમ કેસો ( Kutch Crime Cases in 2022 )કચ્છ જિલ્લામાં વર્ષ દરમિયાન (Kutch Crime News ) સામે આવ્યાં છે.

કચ્છના 2022ના ટોપ 5 ક્રાઈમ સમાચારો, જેણે મચાવી ભારે હલચલ
કચ્છના 2022ના ટોપ 5 ક્રાઈમ સમાચારો, જેણે મચાવી ભારે હલચલ

By

Published : Dec 24, 2022, 4:39 PM IST

કચ્છકચ્છ જિલ્લામાં 2022ના વર્ષમાં સતત ડ્રગ પકડાવાનો સિલસિલો વ્યાપકપણે જોવા (Look Back 2022 )મળ્યો હતો. મોટા પ્રમાણમાં બંદર પર આવતા કન્સાઇનમેન્ટ્સમાં વિવિધ પ્રકારે આચરવામાં આવતી પદ્ધતિઓ દ્વારા લાખોકરોડો રુપિયાના માદક પદાર્થો પકડાવાનો પર્દાફાશ (Drug seized in Kutch ) સુરક્ષા એજન્સીઓ દ્વારા કરવામાં આવતો રહ્યો (Kutch Crime News ) હતો. ત્યારે અન્ય કેટલીક ક્રાઇમની ઘટનાઓ ( Kutch Crime Cases in 2022 ) પણ બની જેણે માધ્યમોમાં હેડલાઇન્સ બનાવી હતી. 2022નું વર્ષ વિદાય લઇ રહ્યું છે ત્યારે નજર (Year Ender 2022 Crime )કરીએ આવી ઘટનાઓ પર.

આ પણ વાંચો 200 કરોડના ડ્રગ્સ કેસ મામલે 6 પાકિસ્તાનીઓના રિમાન્ડ મંજૂર

ગુજરાત ATS અને કોસ્ટગાર્ડે 200 કરોડનું ડ્રગ્સ પકડી પડ્યું કચ્છની દરિયાઈ સીમાઓ પરથી અનેક વાર કેફી દ્રવ્યો (Drug seized in Kutch )મળી આવવાના કિસ્સાઓ બન્યા છે. ગત વર્ષે મુન્દ્રાના અદાણી પોર્ટ પરથી 3,000 કિલો હેરોઈન ટેલકમ પાવડરની આડમાં ઘૂસાડવામાં આવ્યું હતું. તેની તપાસ હજી પણ ચાલુ પાસ છે અને અનેક ખૂલાસાઓ થયા હતા. ત્યારે 14મી સપ્ટેમ્બર 2022ના રોજ અરબી સમુદ્રમાં ભારતીય જળસીમામાં આશરે 200 કરોડ રૂપિયાની કિમતનું હેરોઈન (200 crore drug seizure case in Kutch) ઝડપાયું હતું. જેમાં 40 કિલો હેરોઈન સાથે પાકિસ્તાની બોટ સહિત 6 ક્રૂ મેમ્બરની ધરપકડ પણ કરવામાં આવી હતી.

આ પણ વાંચો મુન્દ્રા ખાનગી CFSમાં ATSનું સફળ ઓપરેશન, ઝડપાયું કરોડોનું ડ્રગ્સ

મુન્દ્રા ખાનગી CFSમાં ATSનું સફળ ઓપરેશન, ઝડપાયું કરોડોનું ડ્રગ્સ કચ્છમાં મુન્દ્રાના ખાનગી CFSમાં 12મી જુલાઈ 2022ના રોજ ગુજરાત ATSએ કરોડો રૂપિયાનું ડ્રગ્સ (Drug seized in Kutch )ઝડપી પાડ્યું હતું. ATSએ હાથ ધરેલા ઓપરેશનમાં દુબઈથી આવેલા કન્ટેનરમાંથી આશરે 60 કિલો ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. સરહદી જિલ્લા કચ્છમાં અનેકવાર કેફી દ્રવ્યો ઘૂસાડવા માટેના પ્રયાસો કરવામાં આવ્યા છે. કચ્છના બંદર પર ફરી કેફી દ્રવ્યના જથ્થા સાથેના કન્ટેનરને ઝડપવામાં આવ્યું છે. ગુજરાત ATSએ (એન્ટી ટેરરિસ્ટ સ્ક્વૉડ) સચોટ બાતમીના આધારે ઓપરેશન હાથ ધર્યું હતું. તે અંતર્ગત દુબઈથી આવેલા કન્ટેનરમાંથી આશરે 60 કિલો ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હોવાનું બહાર આવ્યું હતું.

TCI ફ્રેઇટ કુરિયર સર્વિસમાં પાર્સલ માંથી દારૂ ઝડપ્યો ભુજની એ ડિવિઝન પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં LCBએ દરોડો પાડીને 336 બોટલ દારૂ સહિત રૂ. 1.37 લાખનો મુદ્દામાલ (Liquor seized in Kutch )કબજે કર્યો હતો. જે અંતર્ગત એક આરોપીને પકડી પાડવામાં આવ્યો હતો. ભુજનો પ્રિન્સરાજ ઉર્ફે કાનો ઝાલા ન્યૂ સ્ટેશન રોડ પર આવેલી TCI ફ્રેઇટ નામની કુરિયર સર્વિસની ઓફિસમાં પોતાના નામે વિદેશી દારૂનું પાર્સલ મંગાવ્યું હતું. તેથી પોલીસે ત્યાં જઇને તપાસ કરતાં પ્રિન્સરાજ પ્લાસ્ટિકના કોથળા સાથે મળી આવ્યો હતો. તેથી ટીમે કોથળાની તપાસ કરતાં તેમાંથી રૂ.1,17,600 ની કિંમતની 336 બોટલ વિદેશી દારૂ પકડી પાડ્યો હતો. પરાળમાં દારૂ મંગાવ્યો હોય તેવો કિસ્સો પ્રથમ વાર લોકોના ધ્યાને આવ્યો હતો અને લોકોમાં ચર્ચા પણ થઈ હતી.

ચકચારી જેન્તી ભાનુશાલી હત્યા કેસના આરોપી જયંતી ઠક્કરની જામીન પર મુક્તિ કચ્છ સહિત ગુજરાતભરમાં ચકચાર મચાવનાર જયંતિ ભાનુશાલી હત્યા કેસ ( Jayanti Bhanushali Murder Case ) ના આરોપીઓ પૈકીના એક એવા જેન્તી ઠક્કરને ગુજરાત હાઈકોર્ટે નિયમિત જામીન પર મુક્ત કર્યા છે. વર્ષ- 2019માં અબડાસાના પૂર્વ ધારાસભ્ય જેન્તી ભાનુશાલીની ચાલતી ટ્રેનમાં ગોળી ધરબીને હત્યા કરી નાખવામાં આવી હતી. જેન્તી ભાનુશાલીની હત્યા થયા બાદ રેલવે પોલીસની સ્પેશ્યિલ ઈન્વેસ્ટીગેશન ટીમે તપાસના અંતે તારીખ 11/4/2019ના જેન્તી ઠક્કરની ધરપકડ કરી હતી.ચાર્જસીટ થયા બાદ જયંતિ ઠકકરે નિયમિત જામીન માટે અરજી કરી હતી જેને ભચાઉ સેશન્સ કોર્ટે ફગાવી દીધી હતી. ત્યાર બાદ પણ જયંતિ ઠકકરે ગુજરાત હાઈકોર્ટમાં જામીન મેળવવા અરજી કરેલી પરંતુ તેને પણ ગુજરાત હાઈકોર્ટે કાઢી નાખી હતી. ત્યારબાદ ફરી તા.9/1/2022ના જેન્તીએ પોતે કેન્સર પીડિત હોવાનું કહીને ગુજરાત હાઈકોર્ટ સમક્ષ નવેસરથી અરજી કરી હતી. જે અરજીની સુનાવણીમાં એક જજે ' નોટ બી ફોર મી' કહી ઈન્કાર કરતા ચીફ જસ્ટીસે અરજી જસ્ટીસ ઈલેશ વોરાની બેન્ચમાં રીફર કરી હતી. ઓગસ્ટ- 2021માં હૃદય રોગને લઈને જેન્તીની અમદાવાદની સીમ્સ હોસ્પીટલમાં એન્જિયોપ્લાસ્ટી થયેલી તે સમયે જેન્તીને ગળા અને કરોડજ્જુમાં કેન્સર હોવાનું નિદાન થયુ હતુ. જયાં કેન્સર અંગે સારવાર અપાઈ હતી. જેન્તીએ પોતાને ચોથા તબકકાનું કેન્સર હોવાનું કહીને જામીન માટે અરજી કરી હતી. જસ્ટીસ ઈલેશ વોરાએ મેડિકલ ગ્રાઉન્ડ પર જામીન આપ્યા હતા.જામીન મંજૂર (Jayanti Thakkar bail ) કરતા જજે જણાવ્યુ હતુ કે, માનવતાના ધોરણે આરોપીને સુવિધાયુકત હોસ્પીટલમાં સારવાર મળવી જોઈએ.

56 કિલો ડ્રગ્સ સાથે પાકિસ્તાની બોટ અલ હજ સહિત 9 ક્રૂ મેમ્બરની ધરપકડ કચ્છ સરહદે પાકિસ્તાની ઘૂસણખોરી ( Pakistani incursions along Kutch border ) સતત થાય છે.કચ્છની દરિયાઈ સીમાઓ પરથી અનેક વાર કેફી દ્રવ્યો મળી આવવાના કિસ્સાઓ બન્યા છે. ત્યારે 25મી એપ્રીલ 2022ના રોજ અરબી સમુદ્રમાં ભારતીય જળસીમામાં આશરે 280 કરોડ રૂપિયાની કિમતનું હેરોઈન ઝડપાયું હતું. જેમાં 56 કિલો ડ્રગ્સ સાથે પાકિસ્તાની બોટ અલ હજ સહિત 9 ક્રૂ મેમ્બરની ધરપકડ પણ કરવામાં આવી હતી. ઇન્ડીયન કોસ્ટગાર્ડ અને ATS દ્વારા આ ઓપરેશન હાથ ધરાયું હતું.

ABOUT THE AUTHOR

...view details