ગુજરાત

gujarat

ETV Bharat / state

કોંગ્રેસ દ્વારા કચ્છમાં લોકશાહી બચાવ યાત્રાનું આયોજન કરાયું - કચ્છ કોંગ્રેસ

કચ્છના અબડાસા વિધાનસભા બેઠકની ખાલી પડેલી બેઠકમાં પેટા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગુજરાત કોંગ્રેસના મોવડીઓએ રવિવારે કચ્છના નખત્રાણામાં લોકશાહી બચાવ યાત્રાનું આયોજન કર્યું હતું. જેમાં તેમણે બાગી ધારાસભ્યોને પ્રજા જવાબ આપશે અને ખાસ કરીને અબડાસાની બેઠક કોંગ્રેસ જાળવી રાખશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

ETV BHARAT
કોંગ્રેસ દ્વારા કચ્છમાં લોકશાહી બચાવ યાત્રા યોજવામાં આવી

By

Published : Jun 14, 2020, 8:27 PM IST

કચ્છ: જિલ્લાના નખત્રાણામાં લોકશાહી બચાવ યાત્રાનું આયોજન કર્યું હતું. જેમાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી, અર્જુન મોઢવાડિયા, વિક્રમ માડમ, લલિત કગથરા સહિતના 14 જેટલા ધારાસભ્યો અને આગેવાનો જોડાયા હતા. નખત્રાણા ખાતેના આ કાર્યક્રમ અગાઉ આ તમામ આગેવાનો કોઠારા નજીક કાર્યકર મિલનમાં હાજર રહ્યા હતા.

કોંગ્રેસ દ્વારા કચ્છમાં લોકશાહી બચાવ યાત્રા યોજવામાં આવી

આ યાત્રામાં પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, સમગ્ર વિશ્વ અને ગુજરાત કોરોના મહામારી સામે લડી રહ્યું હતું. ત્યારે સત્તાપક્ષમાં બેઠેલા લોકોએ જોડ-તોડનો વાઇરસ ચલાવ્યો હતો. જે કોંગ્રેસના ધારાસભ્યોને ભરખી ગયા છે. વધુમાં તેમણે જણાવ્યું કે, કોંગ્રેસ સંગઠિત થઈને લોકોની સાથે રહીને કોરોના મહામારી અને સત્તાપક્ષના જોડ-તોડના વાઇરસ સામે પણ લડશે.

કોંગ્રેસ દ્વારા કચ્છમાં લોકશાહી બચાવ યાત્રા યોજવામાં આવી

ABOUT THE AUTHOR

...view details