કચ્છ : અત્યાર સુધીમાં કચ્છમાં 13 શંકાસ્પદ દર્દીઓ સામે આવ્યા છે. જેમાંથી લખપતની એક મહિલા પોઝીટીવ રિપોર્ટ સાથે હાલ સારવાર હેઠળ છે. જયારે એક દર્દીના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. જેમાં બાકીના 11 પૈકી 9 દર્દીઓને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે.
કોરોના કહેર: જાણો કચ્છમાં તંત્ર શું કરી રહ્યું છે, શું થઈ રહ્યું છે અને શું છે સ્થિતી - coronavirus condition overview
કચ્છમાં લોકડાઉનની સ્થિતી વચ્ચે આરોગ્ય તંત્રએ મોકડ્રિલ સાથે વિવિધ કામગીરી જારી રાખી છે. આ ઉપરાંત પોલીસે લોકડાઉનનો અમલ કરાવવા માટે કડકાઈથી કામ લેવાનુ શરૂ કરીને આદેશનો ભંગ કરનારા સામે ગુના નોંધ્યા છે. રાજય સરકારે પોલીસને મદદ માટે એક એસઆરપીની ટીમ ફાળવી છે. પ્રાપ્ત વિગતો મુજબ સોમવારે સાંજે 5 કલાક સુધીમાં કચ્છમાં એક કોરોનાનો પોઝીટીવ કેસ નોંધાયો છે. જેનો ફરી રિપોર્ટ કરવામાં આવી રહ્યો છે.
આ ઉપરાંત કચ્છમાં વધુ 56 લોકોને કવોરોન્ટાઈનમાં રખાયા હતા, ત્યારે કુલ મળીને તંત્રએ 422 લોકોને તેમના જ ઘરમાં કવોરોન્ટાઈનમાં રાખ્યા છે. કચ્છમાં તંત્રએ 800 જેટલા વિવિધ રૂમ અલગ તારવીને કવોરોન્ટાઈન માટેની સુવિધા ઉભી કરી દીધી છે. હાલ લખપત તાલુકાના પોઝીટીવ કેસ બાદ 29 લોકોની સરકારી કવોરોન્ટાઈન સુવિધા સાથે અલગ રાખ્યા છે.
આ અંગે જિલ્લા વિકાસ અધિકારી પ્રભાવ જોશીએ કહ્યું હતું કે, લોકોનો સહકાર મળે તો એ જ મોટી જીત છે. કારણ કે, લોકોના એકબીજાના સંક્રમણથી બિમારી વધુ ફેલાય છે, ત્યારે જેમ જનતા કરફયૂને લોકોએ સમજયો હતો. તેમ હવે લોકડાઉન સ્થિતી પણ સમજે તો બિમારીને નાથી શકાશે.