ગુજરાત

gujarat

ETV Bharat / state

ભૂખથી રડતો વ્યક્તિ અને પરિવારથી દુર મહિલાની વ્હારે આવી પોલીસ - ભુખથી રડતો વ્યક્તિ

લોકડાઉનને લઇને અનેક કિસ્સાઓ સામે આવી રહ્યાં છે. જેમાં કચ્છમાં એક બસ સ્ટોપમાં એક વ્યકતિ ભૂખથી રડી રહ્યો હતો, તો બીજી તરફ એક મહિલા પોતાના અંગત ઝઘડોને લઇને આત્મહત્યા કરવા જઇ રહી હતી. પોલીસ આ બન્નેની મદદે આવી હતી.

ભુખથી રડતો વ્યક્તિ અને પરિવારથી દુર ભાગતી મહિલા આ બન્નેની વારે આવી પોલીસ
ભુખથી રડતો વ્યક્તિ અને પરિવારથી દુર ભાગતી મહિલા આ બન્નેની વારે આવી પોલીસ

By

Published : Apr 19, 2020, 2:59 PM IST

કચ્છઃ દેશભરમાં લોકડાઉન વચ્ચે એવી અનેક તસ્વીરો સામે આવી રહી છે, જે માનવીય હ્રદય હચમચાવી દે તેવી હોય છે. કચ્છના ભૂજ ખાતે પણ એક જ દિવસમાં બે એવી ઘટના સામે આવી હતી. ભૂજમાં એક વ્યકિત ભૂખથી રડતો જોવા મળ્યો હતો. જેને પોલીસે સધિયારો આપીને ભોજન આપ્યુ હતું, તો એક મહિલા લોકડાઉનની કંટાળીને આત્મહત્યા કરવા જઈ રહી હતી. ખુલ્લા માર્ગ પર ધોમધખતા તાપમાં દોડી રહેલી મહિલાને જોઈ પોલીસે તેને રોકી લેતા તેનું જીવન બચાવી લેવાયું હતું.

ભુખથી રડતો વ્યક્તિ અને પરિવારથી દુર ભાગતી મહિલા આ બન્નેની વારે આવી પોલીસ
ભૂજના જયનગર પાસે પોલીસ વિભાગે પેટ્રોલિંગ અને લોકડાઉની કામગીરમાં વ્યસત હતું, ત્યારે જયનગર સીટી બસ સ્ટોપમાં બેસીને એક વૃદ્ધ્ અને માનસીક બિમાર જેવી વ્યકિત રડતી જોવા મળી હતી. તેમની સ્થિતી જોઈએ ભૂજના પીઆઈ લગધીરકાએ તપાસ કરતા આ વ્યકિત ભુખ લાગી હોવાથી રડતી હોવાનું જણાવા મળ્યું હતું.

ભૂજના નાયબ પોલીસવડા જયેશ પંચાલે જણાવ્યું હતું કે, કોર્ટ પરીસર રોડ તેઓ પોતાની કેચરી તરફ જઈ રહ્યાં હતા, ત્યારે આ મહિલાને ભુજનાં હમીરસર તળાવ તરફ જતા રસ્તા બાજુ દોડતી જોઈ હતી. લોકડાઉનનાં સમયમાં અને બપોરે આવી ગરમીમાં જયારે લોકો ઘરમાં જ રહેવાનું પસંદ કરતા હોય છે, ત્યારે આ મહિલા કયાં દોડતી જાય છે, તે જાણવા તેને રોકવાનો પ્રયાસ કરતા મહિલા ઉભી રહેવાને બદલે વધુ સ્પીડથી દોડવા માંડી હતી. નકકી કંઈ અજુગતુ છે, તેવી જાણીને તત્કાળ મહિલા સ્ટાફને બોલાવ્યો હતો. અને પુછપરછમાં આ મહિલા આત્મહત્યા કરવા શહેરના તળાવ તરફ જઈ રહી હોવાનું ખુલ્યું હતું. પોતાના પતિ સાથે સામાન્ય વાતચીતમાં ઝગડો થઈ જતા મહિલાએ આત્મહત્યા કરવાનો નિર્ણય કરીને ઘરથી ભાગી આવી હતી.

પોલીસે તત્કાળ 108 બોલાવી આ મહિલાને સિવિલ હોસ્પિટલ પહોંચાડી હતી અને સારવાર અપાવી હતી આ ઉપરાંત મહિલાન પરીવારજનોને બોલાવીને તમામને સમજાવીને ઘરે પરત મોકલ્યા હતા.

લોકડાઉનમાં ઘરમાં રહેતા દંપતીઓ પરીવારજનો વચ્ચે કલેશના બનાવો વધી રહયા છે, ત્યારે સૌ કોઈ પોતાની જવાબદારી સમજણ અને સહકારની નીતીથી આ સમય પસાર કરવાની જણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details