ગુજરાત

gujarat

ETV Bharat / state

કચ્છમાં કઈંક આવા રહ્યાં લોકડાઉનના 8 દિવસો, વાંચો અહેવાલ

કચ્છમાં લોકડાઉનની કેવી અસર રહી, લોકોનુ સમર્થન કેવું રહ્યું તેમજ આ દરમિયાન પોલીસની કામગીરી કેવી રહી તે જાણીએ આ અહેવાલમાં...

kutch news
kutch news

By

Published : Apr 2, 2020, 12:14 AM IST

ભૂજઃ કચ્છમાં લોકડાઉનના આજે આઠમા દિવસે એક પણ શંકાસ્પદ કેસ નોંધાયો નથી. એક સંક્રમિત મહિલા દર્દી સારવાર હેઠળ છે. પોલીસની કામગીરી જોઈએ તો પોલીસે વધુ 230 વાહનો ડિટેઈન કર્યા હતા. ભૂજના માધાપર સહિતના ગામોમાં ડ્રોન વડે તપાસ કરવાનું શરૂ કરાયુ હતું તો આરોગ્ય વિભાગે 1030 લોકોને શરદી ઉધરસની સારવાર માટે રિફર કર્યા હતા. સમગ્ર કામગીરીનો અહેવાલ આ મુજબ રહ્યો હતો.

33501 લોકોનું સ્ક્રીનીંગ

વૈશ્વિક મહામારી જાહેર થયેલા કોરોના વાયરસ કોવીડ-19ના પગલે કચ્છ જિલ્લામાં અત્યાર સુધીમાં 17 શંકાસ્પદ કેસોના સેમ્પલ લેવાયા હતા. હાલમાં 1 કેસ પોઝિટિવ છે. જયારે કુલ 16 વ્યકિતઓના રિપોર્ટ નેગેટીવ આવ્યા છે. જિલ્લા તંત્ર દ્વારા એરપોર્ટ, રેલવે સ્ટેશનો અને અન્યત્ર સ્થળોએ સ્ક્રીનીંગ કરવામાં આવી રહ્યું છે. મંગળવારે સાંજે ચાર વાગ્યાથી આજે બુધવાર સાંજે ચાર વાગ્યા સુધીમાં કુલ 636 વ્યકિતઓનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું છે. અત્યાર સુધી કુલ 33501 લોકોનું સ્ક્રીનીંગ કરાયું છે.

5140 લોકોને કવોરોન્ટાઇન કરવામાં આવ્યા

જિલ્લા મેજીસ્ટ્રેટ અને કલેકટર કચ્છ અને આપત્તિવ્યવસ્થાપન શાખા દ્વારા જણાવ્યા મુજબ, શંકાસ્પદ દર્દીઓને તંત્ર દ્વારા 14 દિવસના કવોરોન્ટાઇન પીરીયડમાં રાખવાની કામગીરી કરવામાં આવી છે. જેમાં છેલ્લા 24 કલાક દરમ્યાન 1494 જેટલા વ્યકિતઓને હોમ કવોરોન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યા છે. કુલ 5140 માંથી 5103 વ્યકિતોઓને હોમ કવોરોન્ટાઇન કરવામાં આવ્યા છે. જિલ્લાની વિવિધ હોસ્પિટલોમાં 78 આઇસોલેશન વોર્ડ છે. જિલ્લામાં કુલ 2222 ઈન્સ્ટીટયુશનલ કવોરોન્ટાઇન વ્યવસ્થા છે. જેમાં 76 વ્યકિતઓને કવોરોન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યા છે. ૩૯ વ્યકિતઓને કવોરોન્ટાઇનમાંથી મુકત કરવામાં આવ્યા છે.

હોમ ટુ હોમ સર્વે

તકેદારીના ભાગરૂપે શરૂ કરવામાં આવેલ હોમ ટુ હોમ સર્વે હેઠળ કચ્છમાં કુલ 1070 વ્યકિતઓને આરોગ્ય તપાસ માટે રીફર કરવામાં આવ્યા છે. કચ્છ જિલ્લાના દસ તાલુકામાં સોમવારથી શરૂ કરાયેલ આંગણવાડી કાર્યકર અને આશા બહેનો દ્વારા ઘરે ઘરે જઇને શરદી ખાંસી અને ઉધરસવાળી વ્યકિતઓની તપાસ પૈકીની કામગીરી હેઠળ કુલ 21,45,557 લોકોનો સર્વે કરાયો છે. જેમાંથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ સરકારી આરોગ્ય કેન્દ્રમાં કુલ 1070 વ્યકિતઓને આરોગ્ય તપાસ માટે રીફર કરવામાં આવ્યા છે. અત્યાર સુધી સમગ્ર કચ્છ જિલ્લામાં 96.72 ટકા લોકોનો હોમ ટુ હોમ સર્વે કરાયો છે.

પોલીસની કામગીરી

પોલીસ વિભાગે કચ્છમાં ધ ગુજરાત એપેડેમીક રેગ્યુલેશન 2020 હેઠળ ધારા 188ના ભંગ બદલ ગઇકાલ સુધી કુલ 29 વ્યકિતઓ સામે એફ.આઇ.આર નોંધવામાં આવી છે અને રૂ.80,700 જેટલી રકમનો દંડ કરવામાં આવેલો છે. જાહેરનામાના ભંગ બદલ 103 વ્યકિતઓની ધરપકડ કરવામાં આવી છે. કચ્છ જિલ્લામાં ગઇકાલ સુધીમાં કુલ 230 વાહનોને ડિટેઇન કરવામાં આવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details