- પશ્ચિમ રેલ્વે દ્વારા દિલ્હી તરફ ઓક્સિજન એક્સપ્રેસની 4 ટ્રેનો ચલાવવામાં આવી
- મુન્દ્રા પોર્ટથી 140 મેટ્રિક ટન લિક્વિડ ઓક્સિજન રેલ માર્ગે દિલ્હી માટે મોકલાયું
- 7 ટેન્કર દ્વારા ઓક્સિજન પહોંચાડવાનું કાર્ય હાથ ધરાયું
કચ્છ : કોરોનાના દર્દીઓ સુધી લિક્વિડ મેડિકલ ઓક્સિજનના ઝડપી પરિવહન માટે પશ્ચિમ રેલ્વે દ્વારા દિલ્હી તરફ ઓક્સિજન એક્સપ્રેસની 4 ટ્રેનો ચલાવવામાં આવી હતી. મુન્દ્રા પોર્ટથી 140 મેટ્રિક ટન લિક્વિડ ઓક્સિજન રેલ માર્ગે દિલ્હી માટે મોકલાયો હતો. 7 ટેન્કર દ્વારા ઓક્સિજન પહોંચાડવાનું કાર્ય હાથ ધરાયું હતું.
લિક્વિડ ઓક્સિજન ઓક્સિજન એકસપ્રેસ વડે દિલ્હી મોકલાયું તુગલકાબાદ ઓક્સિજન એક્સપ્રેસ મારફતે મેડિકલ ઓક્સિજન મોકલાયો
સાઉદી અરેબિયાથી આવેલા ઓક્સિજનના જથ્થામાંથી 7 ટેન્કર દ્વારા 140 ટન લિક્વિડ મેડિકલ ઓક્સિજન મુન્દ્રા પોર્ટથી તુગલકાબાદ ઓક્સિજન એક્સપ્રેસ મારફતે મોકલાયો હતો.
લિક્વિડ ઓક્સિજન ઓક્સિજન એકસપ્રેસ વડે દિલ્હી મોકલાયું - અન્ય જગ્યાએ મોકલાયેલો ઓક્સિજન
આ પણ વાંચો : જામનગરથી ઓક્સિજન એક્સપ્રેસ મારફતે 103.64 ટન ઓક્સિજન દિલ્હી મોકલાયો
જામનગરથી ઓક્સિજન એક્સપ્રેસ મારફતે દિલ્હી ઓક્સિજન મોકલાયો
જામનગર શહેરમાં સ્થિત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં ઓક્સિજનનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. ત્યારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આગળ આવી છે અને કપરાં સમયમાં સમગ્ર દેશમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ઓક્સિજન પૂરો પાડવામાં આવી રહ્યો છે. જામનગરથી 1200 કિલોમીટર દૂર દિલ્હી ખાતે ઓક્સિજન એક્સપ્રેસમાં 103.64 ટન ઓક્સિજન મોકલવામાં આવ્યો છે.
લિક્વિડ ઓક્સિજન ઓક્સિજન એકસપ્રેસ વડે દિલ્હી મોકલાયું આ પણ વાંચો : જામનગરના હાપા રેલવે સ્ટેશનથી ઓક્સિજન એક્સપ્રેસ મારફતે ગુડગાવ ઓક્સિજન મોકલાયો
જામનગરથી ઓક્સિજન એક્સપ્રેસ મારફતે ગુડગાવ ઓક્સિજન મોકલાયો
અન્ય રાજ્યોને ઓક્સિજન સહેલાઇથી મળી રહે તે માટે રેલવે વિભાગ દ્વારા ઓક્સિજન એક્સપ્રેસ શરૂ કરવામાં આવી છે. ઓક્સિજન એક્સપ્રેસ 24 કલાકમાં જે તે રાજ્યમાં ઓક્સિજનનો જથ્થો પહોંચાડવામાં આવે છે. હરિયાણાના ગુડગાવમાં મોકલવામાં આવેલો ઓક્સિજનનો જથ્થો 85.23ટન લિકવિડ મેડિકલ ઓક્સિજન સપ્લાય કરવામાં આવ્યો છે. હાપા રેલવે સ્ટેશનથી ઓક્સિજન એક્સપ્રેસનો બીજો જથ્થો રવાના કરવામાં આવ્યો છે. અગાઉ પણ મહારાષ્ટ્રમાં એક ટ્રેન મોકલવામાં આવી હતી.
લિક્વિડ ઓક્સિજન ઓક્સિજન એકસપ્રેસ વડે દિલ્હી મોકલાયું