ભુજહૃદય સમા હમીરસર તળાવનું જે રીતે બ્યુટીફિકેશન (Beautification of Umasar Lake) કરીને શહેરવાસીઓ તથા પ્રવાસીઓ માટે નજરાણારૂપ બનાવાયું છે. તે જ રીતે વોર્ડ નં.8માં આવેલા ઉમાસર તળાવના પાણીથી આસપાસની સોસાયટીઓને રક્ષણ આપવા પ્રોટેકશન વોલ બનાવવા સાથે તેનું બ્યુટીફિકેશન કરવામાં આવશે. જેથી આ તળાવપણ શહેરવાસીઓ માટે ફરવા માટેનું સ્થળ બની શકશે તેવું વોર્ડ નં.8માં સર્જન કાસા સોસોયટી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં રૂ.91.92 લાખના વિકાસકામોનું ખાતમુર્હુતકરતા વિધાનસભા અધ્યક્ષ ડો. નીમાબેન આચાર્યે જણાવ્યું હતું.
વિકાસના કામોસ્વર્ણિમ જયંતિ મુખ્યપ્રધાન શહેરી વિકાસ યોજના જનલોક ભાગીદારી ગ્રાન્ટ અંતર્ગત વિકાસ કામો કરવામાં આવશે. જેમાં રોટરી નગરમાં રૂ.9.57 લાખના ખર્ચે, હીલ સોસાયટીમાં રૂ.9.79 લાખના ખર્ચે તથા સર્જન કાસા સોસાયટી ખાતે રૂા.19.81 લાખના ખર્ચે તથા શ્યામજી કૃષ્ણવર્મા હાઇટસ ખાતે રૂ4.79 લાખના ખર્ચે સાર્વજનિક ચોકમાં ઇન્ટરલોકના કામ કરાશે. જયારે રૂ.23.98 લાખના ખર્ચે સહયોગનગર , કારીતાસ સોસાયટીમાં આંતરીક રસ્તાઓનું રીસર્ફેસીંગ કામ તેમજ રાવલવાડી રઘુવંશીનગર, નરસિંહ મહેતા નગર ખાતે રૂ.23.95 લાખના ખર્ચે આંતરીક રસ્તાઓના પર ડામરના કામ કરવામાં આવશે.